Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોરોના થર્ડ વેવ સામે કલેકટર તંત્ર સાબદુઃ કાલે રાજકોટ આવતા નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાઃ ડોકટરો-અધિકારીઓ સાથે બેઠક

૧૪ હજાર બેડ, ૧૧ ચિલ્ડ્રન હોસ્પીટલમાં ઓકસીજન સાથેના બેડ, ઓકસીજન પ્લાન્ટ, દવા અને સ્ટાફ બધુ ફાઈનલ કરી લેવાશે : ત્રીજી વેવ સામે લડવા ડોકટરો-નર્સીંગ સ્ટાફ સહિત કુલ ૪ હજારના સ્ટાફની જરૂરીયાત પડશેઃ સ્ટેટ ટાસ્કફોર્સને તમામ રીપોર્ટ અપાયો છે

રાજકોટ, તા. ૧૦ :. જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યુ હતુ કે, કોરોનાની સંભવિત વેવ સામે અમારૂ તંત્ર લડી લેવા તૈયાર છે અને આ માટે અમે તમામ તૈયારીઓ કરી લીધી છે. કાલે રાજકોટ જીલ્લાના નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા રાજકોટ આવી રહ્યા છે અને તેમની ઉપસ્થિતિમાં કાલે આખો દિવસ વિવિધ ડોકટર એસો. તથા અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે મીટીંગો રાખી છે અને તેમાં તમામ પ્રકારની બાબતો જેવી કે ૧૪ હજાર બેડ, ૧૧ ચિલ્ડ્રન હોસ્પીટલમાં ઓકસીજન સાથેના બેડ વધારવા, તમામ ૨૨ જેટલા ઓકસીજન પ્લાન્ટ, દવાઓ, બાળકોમાં કોરોના વધે તો તેના માટેની દવા, અન્ય બાબતો, વાહનો વિગેરે તમામ પાસાઓ ફાઈનલ કરી લેવાશે. તેમણે જણાવેલ કે આ બીજી વેવમાં ૨૫૦૦નો સ્ટાફ કામે લાગ્યો હતો. જો ત્રીજી વેવ આવે અને ગંભીર બાબત ઉભી થાય તો ડોકટરો, નર્સીંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ-અધિકારીઓ મળી કુલ ૪ હજારનો સ્ટાફ સામે લાગશે અને તે માટે પણ તૈયારીઓ કરી લેવાય છે.

તેમણે જણાવેલ કે સ્ટેટ લેવલે ટાસ્ટફોર્સ છે અને તેમને પિડીયાટ્રીક કેસોમાં કયા પ્રકારની દવા જોઈશે તે અંગે ડો. બૂચે ટેકનીકલ ડીટેઈલ મોકલી દીધી છે. હાલ બાળકોમાં કોરોના કેસો અંગે કલેકટરે ઉમેર્યુ હતુ કે છૂટાછવાયા ૨ થી ૫ કેસો છે, કોઈ મેજર બાબત નથી. તેમજ હાલ કોરોનાના ૫૦૦થી વધુ દર્દી દાખલ છે તેમા પણ બાળકોના કેસો બહુ ઓછા છે, કોઈ નોંધપાત્ર કેસો નથી.

કલેકટરે ઉમેર્યુ હતું કે, કાલની મીટીંગમાં પ્રાયવેટ ક્રિટીકલ એસો., પિડીયાટ્રીક એસો., મેડીકલ એસો., આઈએમએના ડોકટરો સહિત તમામને ટર્ન બાય ટર્ન બોલાવાયા છે. પિડીયાટ્રીક એસો. દ્વારા બાળ કો માટેની મહત્વની કામગીરી પણ કરાઈ છે.

(4:13 pm IST)