Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

શાપરમાં ફેકટરીના સિકયુરીટી ગાર્ડને ફિલ્ડ ઓફિસર સહિતે પાઇપથી માર્યો

નોકરીના હિસાબ મામલે વાંધો ઉઠાવતાં ડખ્ખોઃ મુળ બિહારના રામબાબુ ચોૈહાણને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૬: શાપરમાં ગુજરાત ઇન્ટેકસ પ્રા.લિ. નામની ફેકટરીમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં મુળ બિહારના રામબાબુ સર્વેગથન ચોૈહાણ (ઉ.વ.૪૫)ને રાતે ફેકટરી ખાતે હતો ત્યારે ઘનશ્યામ, પ્રશાંત, અનિલ સહિતે ઝઘડો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના વી. એસ. નિનામાએ શાપર પોલીસને જાણ કરી હતી.

રામબાબુએ આક્ષેપો સાથે કહ્યું હતું કે પોતાને ડબલ ડ્યુટી અપાતી હોઇ હિસાબ બાબતે ફિલ્ડ ઓફિસર ઘનશ્યામભાઇ સાથે ચડભડ થતાં તેણે તથા તેની સાથેના શખ્સોએ મળી માર માર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોતાની પાસેથી પૈસા પણ લઇ લીધાનો આક્ષેપ તેણે કર્યો હતો.

(11:37 am IST)