Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

આજે રામનવમી : મંદિરોમાં સાદગીભેર ઉજવણી : લોકોએ ઘરે ઘરે જ રામભકિત કરી

રાજકોટ : ભગવાન શ્રીરામ લલ્લાના અવતરણનો દિવસ એટલે રામનવમી. આજે રામનવમીની શહેરભરમાં સરકારી ગાઇડ લાઇનને અનુસરીને સીમીત ઉજવણી કરવામાં આવી હતી. પુજારીશ્રી અને મર્યાદીત લોકોની હાજરી વચ્ચે મધ્યાહને વિશેષ આરતી પુજા થયા હતા. બાદમાં પંજરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ. મોટા ભાગે લોકોએ ઘરે ઘરે જ રામની ભકિત કરી રામનવમી મનાવી હતી. તસ્વીરમાં પંચનાથ ખાતેના રામજી મંદિરે રામનવમી નિમિતે પૂજા અર્ચના થતા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:16 pm IST)