Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોના દર્દીઓ - સંબંધીઓ માટે સારવાર - ભોજનનો સેવાયજ્ઞ કરનાર નેહલ શુકલ કોરોનાથી સંક્રમિત

તબીબોની સલાહ મુજબ હોમ કોરોન્ટાઇન : સંપૂર્ણ આરામની સલાહ

રાજકોટ તા. ૨૧ : ભાજપના કોર્પોરેટર અને કોરોના મહામારીમાં દર્દીઓ માટે સારવાર - ભોજન સહિતની સુવિધા માટે અનોખો સેવાયજ્ઞ કરનાર નેહલભાઇ શુકલ ખુદ કોરોનાથી સંક્રમિત થતાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૧૫૦ બેડનું સુવિધાપૂર્ણ કોવિડ કેર સેન્ટર સરકાર સાથે સંકલન કરીને શરૂ કરનાર નેહલભાઇ શુકલ અનેક દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. બે દિવસ પહેલા સામાન્ય લક્ષણો માલુમ પડતા આરટીપીસીઆર રીપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવેલ છે.

તબીબોની સારવાર અને સલાહ મુજબ હાલ નેહલભાઇ શુકલ હોમ કોરોન્ટાઇન થયા છે. તબીબોએ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.

(3:18 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની તમામ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી ૨૮મીઍ : ૮ સમિતિઓ વિધિવત રીતે કાર્યરત થશે access_time 4:31 pm IST

  • આજે રાજકોટ કોર્પોરેશને સાંજે જે નવા કોરોના કેસની યાદી બહાર પાડી છે તેમા અને ગાંધીનગરથી છેલ્લા 24 કલાક ના નવા કોરોના કેસના અકડાઓમાં વિસંગતતા જણાતા અકિલા એ રાજકોટ મ્યુ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ ને આ બાબતે પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજકોટ કોર્પોરેશને સાંજે જે આંકડાઓ દર્શાવ્યા છે તે છેલ્લા 24 કલાકના છે, નહિ કે બપોરથી સાંજના. એટલે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 397 નવા કોરોના કેસ નોંધાયાનું શ્રી ઉદિત અગ્રવાલે અકિલા ને જણાવ્યું છે. access_time 9:23 pm IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST