Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમે રામનવમીનું પૂજન

રાજકોટ : સદ્દગુરૂ સદન ટ્રસ્ટ સંચાલિત પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે આજે પવિત્ર રામનવમી નિમિતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવ્યા હતા. આરતી પૂજા કરી ભગવાન શ્રીરામલલ્લાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ માત્ર બે સંત ભગવાન દ્વારા રામનવમી નિમિતે શ્રી અખંડ રામાયણજી પાઠ કરવામાં આવ્યા હતા.

(3:18 pm IST)
  • કોરોનાના વધતા કહેરને લઈ યુજીસી નેટની (UGC Net May Exam 2021) પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, અત્યારના કોરોનાકાળ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષા તથા કલ્યાણને ધ્યાનમાં રાખી મેં ડગ NTA ને યુજીસી નેટ ડિસેમ્બર સાયકલની પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરાશે. access_time 9:43 pm IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST

  • ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બપોર બાદ તોફાની પવન સાથે વરસાદની સંભાવના : ગુજરાતના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છેઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છના અમુક ભાગોમાં આજે બપોર બાદ તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે access_time 4:07 pm IST