Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

૧૫૦ રીંગ રોડ રિક્ષાચાલકે શૈલેષ પરમારને માર માર્યો

રિક્ષા ધ્‍યાન રાખી ચલાવવાનું કહેતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૨૧: ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતો અને મોબાઇલ ફોનની દૂકાન ચલાવતો શૈલેષ માવજીભાઇ   પરમાર (ઉ.૩૦) સાંજે એક્‍ટીવા હંકારીને જતો હતો ત્‍યારે ૧૫૦ રીંગ રોડ રાધે હોટેલ નજીક પહોંચતા અજાણ્‍યા રિક્ષાચાલકે ઝઘડો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

શૈલેષના કહેવા મુજબ પોતે બેંકના કામેથી પરત આવતો હતો ત્‍યારે રાધે હોટેલ પાસે તેનું એક્‍ટીવા રિક્ષા સાથે અથડાતાં રહી જતાં તેણે રિક્ષાચાલકને ધ્‍યાન રાખવાનું કહેતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ માર માર્યો હતો.

(3:33 pm IST)