Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવ તથા અન્‍ય હોદેદારોએ ગુજરાત રાજયના ગળહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે મિટિંગ યોજી વેપાર-ઉદ્યોગકારોની ફરીયાદો અંગે રજુઆત કરી

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ  વી. પી. વૈષ્‍ણવ, ઉપ પ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદ્દ મંત્રી નૌતમભાઈ બારસીયા, ટ્રેઝર ર વિનોદભાઈ કાછડીયા, તમેજ કારોબારીસભ્‍યઓ દ્ધારા તા.૧૯-૬-૨૦૨૨ ના રોજ સરકીટ હાઉસ ખાતે ગુજરાત રાજયના ગળહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી સાથે મિટીંગ યોજી વેપાર-ઉદ્યોગકારોના ફસાયેલ રૂપિયા અને છેતરપીંડી તેમજ રાજકોટના પ્રશ્‍નો બાબતે મિટીંગ યોજી રજુઆત કરવામાં આવેલ. આ મિટીંગ દરમ્‍યાન રાજકોટ તથા આસપાસના વિસ્‍તારોના ૧૦૦ થી પણ વધારે વેપાર-ઉદ્યોગકારોના આશરે ૧૧૭ કરોડથી પણ વધારેની માતબાર રકમની થયેલ છેતરપીંડીની ફરીયાદો ધ્‍યાને મુકેલ. આ અંગે ગળહમંત્રી  હર્ષભાઈ સંઘવીજી દ્વારા રાજકોટ ચેમ્‍બર તરફથી આવેલ રજુઆતોને પ્રાધાન્‍ય આપી આ બાબતે યોગ્‍ય કરવા ખાત્રી આપેલ છે. તેમજ આવેલ રજુઆતોનું વિભાજન કરી શહેર પોલીસ કમિશનર સાથે મિટીંગ યોજી રજુઆતો ધ્‍યાને મુકવી અને ગળહમંત્રીને લેખીતમાં જાણ કરવી અને ટૂંક સમમાં આવેલ તમામ ફરીયાદોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે. તેમજ આગામી દિવસોમાં વેપારીઓની ઘણી બધી ફરીયાદો હોય તેના હિતને ધ્‍યાનમાં રાખી રાજકોટ સીટી તેમજ જીલ્લામાં ૩૧ ની રચના કરવાનું રાજકોટ ચેમ્‍બરે જોરદાર માંગણી કરેલ. જેના થી વેપાર-ઉદ્યોગોના ઘણા બધા પ્રશ્‍નોનું નિરાકરણ લાવી શકાશે. વધુમાં મંત્રીએ જણાવેલ કે જે ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કામ કરતા વર્કરોની તમામ ડીટેઈલ પોલીસ ડિપાર્ટમેન્‍ટમાં જમા કરાવવાની અથવા સાઈટ પર જઈ રજીસ્‍ટ્રેશન કરાવી લેવું જેથી આવનારા દિવસોમાં કોઈપણ બનાવો બને તો તેનું નિરાકરણ લાવી શકાય. અરજદારોની સંખ્‍યામાં ખુબ વધી ગયેલ હોય રજુઆત કરવામ થોડી મુશ્‍કેલી પડેલ હોય પણ રાજકોટ ચેમ્‍બરના પ્રયાસથી તમામ લોકોને રજુઆતો કરવાનો સમય આપવા રાજકોટ ચેમ્‍બરે ગળહમંત્રીને અનુરોધ કરેલ અને તમામ લોકોને મંત્રીશ્રીએ શાંતીથી સાંભળી ઘટતું કરવા ખાત્રી આપેલ. મિટીંગ પુર્ણ થયે રાજકોટ ચેમ્‍બરના માનદ્દમંત્રીનૌતમભાઈ બારસીયા દ્વારા ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનો આભાર વ્‍યકત કરેલ. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

 

(4:54 pm IST)