Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાજકોટમાંથી તબીબ પુત્રના અપહરણનો પ્રયાસ કરી ૮૦ લાખની ખંડણી માંગવા અંગે પકડાયેલ આરોપીઓ જામીન પર

રાજકોટ,તા.૨૧: ડો. પુત્રના અપહરણના પ્રયાસ તથા રૂા. ૮૦ લાખ ની ખંડણીના કેસમાં આરોપીને જામીન ઉપર મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
ગત તારીખઃ- ૧૪/૦૬/ર૦રર ના રોજ ફરિયાદી રોહિત એસ/ઓ જીગનેશભાઇ ખંધેડિયા પોતાના નિવાસસ્‍થાને હોય ત્‍યારે તેઓને એક મોબાઇલ નં:- ૮૧૨૮૪૪૯૦૯૧ ઉપરથી ફોન આવેલ અને કહેલ કે બ્‍લુ ડાર્ટ કુરિયરમાથી પાર્સલ આવેલ છે. જેથી નિચે આવીને લઇ જાવ તેમ કહેતા ફરિયાદી નીચે આવી ડેલી બહાર જોતા એક ઇકોકાર હતી અને કારની બાજુમાં કુટપાથ ઉપર ત્રણ ઇસમો હતા જે ત્રણેચ ઇસમો ફરીયાદીને બળજબરીથી ખેંચી ઇકો કારમાં બેસાડવાની કોશીષ કરેલ અને ફરીયાદીએ તેઓનો સામનો કરતા તેઓની વચ્‍ચે જપા-જપી થયેલ અને ફરીયાદી પડી ગયેલ અને તેઓને પગમાં ઘુટી પાસે મુંઢ ઇજા થયેલ અને ફરિયાદી એ રાડો-રાડ કરતા ત્રણેય ઇસમો કારમાં બેસી નિર્મળા રોડ તરફ તરફ ભાગી ગયેલ, જે અંગેની ફરીયાદ ગાંધીગામ પો. સ્‍ટે. માં આપવામાં આવતા પોલીસ અમલદારોએ અજાણ્‍યા ત્રણ ઇસમો સામે IPC Section ૩૬૫, ૫૧૧ મુજબની ફરીયાદ રજીસ્‍ટરે લીધેલ હતી.ૅ
ઉપરોકત ફરીયાદ રજીસ્‍ટરે લેવાયા બાદ ફરીયાદ પક્ષને આરોપીઓએ ફોન કરી રુ. ૮૦ લાખની ખંડણી માંગેલ અને જો રૂ. ૮૦ લાખ ફરીયાદી પક્ષ નહી ચુકવેતો તેઓને આખા ઘરને આરોપીઓ જાનથી મારી નાખશે તેવી ધમકી . આપેલ. જે અનુસંધાને પોલીસ અમલદારોએ કલમ IPC Section ૩૮૬ ની ફરીયાદમાં ઉમેરો કરેલ પોલીસ અમલદારોએ તપાસ કરી ગુન્‍હાનાં કામે અરોપીઓ (૧) કેવલ રમેશભાઇ સંચાણીયા (ર) સંજય કાંતિભાઇ ઠાકોર (૩) સુરેશ બચુભાઇ ઠાકોર (૪) સંજય મનજીભાઇ ઠાકોર (૫) ચિરાગ દેવાભાઇ રાઠોડ ની ધરપકડ કરેલ. ત્‍યાર બાદ સદરહું આરોપીઓને ત્રણ દિવસ માટેનાં રિમાંડ મંજુર થયેલ ત્‍યાર બાદ રિમાંડ પુરા થતા આરોપીઓને નીચેની કોર્ટમાં રજુ કરવામાં આવેલ જયા આરોપીઓના વિદ્ધાન વકિલ શ્રી તુષારભાઇ બસલાણીની ધારદાર દલીલને ધ્‍યાને લઇ તમામ આરોપીઓને રૂા. ૧૫૦૦૦/- ના જામીન ઉપર મુકત કરવામાં આવેલ છે.
આ કામમાં આરોપી પક્ષે રાજકોટના ધારાશાષાી તુષારભાઇ બસલાણી, દિવ્‍યેશ મહેતા, કિરીટસીંહ જાડેજા, મનીષભાઇ કોટક, એઝાઝ જુણાચ, અલી અસગર ભારમલ, જગદીશભાઇ પડીયા રોકાયેલ હતા.

 

(10:25 am IST)