Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રઘુવંશી સમાજને સંગઠિત બનાવવાના શુભઆશય સાથે નિકળી 'રઘુવંશી ક્રાંતિ યાત્રા': ઠેર-ઠેર સ્વાગત

રાજકોટ : શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ રાજકોટ જીલ્લા સંગઠન દ્વારા રઘુવંશી સમાજ રાજકીય તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં વિકાસ કરે તેમજ સમાજ સામર્થયવાન, સક્ષમ, સંગઠીત બને એ હેતુથી 'રઘુવંશી ક્રાંતિ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૦૦ થી વધુ ફોર વહીલ તેમજ ૧૫૦ થી વધુ ટુ વહીલ સાથે ૧૫૦૦ થી વધુ રઘુવંશી સમાજના લોકો જોડાયા હતાં. આ કાંતત યાત્રાનું ઠેર ઠેર અઢારેય સમાજ દ્વારા તેમજ રઘુવંશી સમાજની સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ રઘુવંશી ક્રાંતિ યાત્રાનો કિશાનપરા ચોકથી પ્રારંભ થઈ હનુમાન મઢી, રૈયા ચોક, બાપા સીતારામ ચોક, સાધુ વાસવાણી રોડ, યુનિ. રોડ, ઈન્દીરા સર્કલ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, ભકિતનગર સ્ટેશન પ્લોટ, સત્ય વિજય આઈસ્ક્રીમથી માલવીયા ચોક, યાજ્ઞિક રોડ થઈ અકિલા સર્કલ ખાતે સમાપન થયેલ.

આ ક્રાંતિ યાત્રામાં જ્ઞાતિ અગ્રણી કમલેશભાઈ મીરાણી (પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ), ગોપાલભાઈ અનડકટ (કોંગ્રેસ અગ્રણી), રઘુવંશી સમાજના કોપોરેટર મનીષભાઈ રાડીયા તથા કોપોરેટર  દક્ષાબહેન વસાણી, રાજકોટ માકેટીંગ યાર્ડના ડડરેકટર સંદીપભાઈ લાખાણી, રાજુભાઇ રવેશીયા, રઘુવંશી પરિવારના મોભી હસુભાઈ ભગદેવ, પરેશભાઈ વિઠલાણી, રઘુવંશી સમાજના વેપારીઓ તથા જ્ઞાતત આગેવાન શ્રી જીતેન્દ્રભાઈ કક્કડ, સંજયભાઈ રૂપારેલીયા, અશ્વિનભાઈ જોબનપૂત્રા, રમેશભાઇ ધામેચા ,  શાંતુભાઈ રૂપારેલીયા , પ્રહલાદભાઈ પારેખ સાથે ગોંડલ રઘુવંશી સમાજના આગેવાનો તેમજ રઘુવંશી સમાજના અતધકારીઓ ડી.વાઈ.એસ.પી. શ્રી બી.સી ઠક્કર, પી.એસ.આઈ હરેશભાઇ સોમૈયા વગેરે વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રાંતિ યાત્રાને સફળ બનાવવા માટે શ્રી રઘુવંશી યુવા શકિત સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ કાછેલા ધવલ (કે.ડી. રઘુવંશી), ગુજરાત ઉપપ્રમુખ મોહિત સવાણી, ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશી , સૌ.પ્રમુખ પાર્થભાઈ જોબનપુત્રા, કાનૂની સલાહકર જયભારત ધામેચા તેમજ સંગઠનની સમગ્ર ટીમ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(2:59 pm IST)