Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પોલીસ અમલદારની ફરજમાં રૂકાવટ કરવા અંગે પકડાયેલ આરોપીનો નિર્દોષ-છુટકારો

રાજકોટ તા. ર૧: રાજકોટ તા. પો. સ્ટે.ના અમલદાર જયદિપભાઇ બળદેવભાઇ ગોંડલીયાએ હેમેન્દ્રસિંહ ઉર્ફે ચીકુજયરાજસિંહ જાડેજાએ કોરોના વાયરસ ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય જે ફેલાવો અટકાવવા તકેદારીના ભાગરૂપે બહાર નહિં નીકળવાનું જાહેરનામું હોય તેમ છતાં પરપ્રાંતિય મજુરોને ભોળવી ખોટી અફવા ફેલાવી એકઠા થયા અને કાયદો અને વ્યવસ્થા ડહોળાય તેવું વાતાવરણ ઉભું કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગાળો બોલી ધકકો મારી પોલીસ કમિશ્નરશ્રીના જાહેરનામાનો ભંગ કર્યા સબબ આઇ.પી.સી. કલમ ૩ર૩, ૧૮૬, ૧૮૮, ર૬૯, ૧૦૯, પ૦૪ તથા ડિજાસ્ટર મેનેજમેન્ટ એકટ-ર૦૦પ ની કલમ પ૧(૧) તથા જીપી એકટ-૧૩પ અને એપેડેમીક ડી.જી.ઝ. એકટની કલમ-૩ મુજબનો ગુન્હો નોંધાવેલ જે રાજકોટના સીવીલ જજ અને જુડી મેજી.ની કોર્ટમાં ચાલી જતાં આરોપી હેમેન્દ્રસિંહ ઉર્ફે ચીકુ જયરાજસિંહ જાડેજાને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.

લંબાણ પૂર્વકની ઉલટ તપાસ બાદ આ કામમાં ફરિયાદપક્ષ તથા બચાવ પક્ષે દલીલો કરવામાં આવેલ. આરોપી પક્ષની લંબાણ પૂર્વકની દલીલોના અંતે આરોપી વિરૂદ્ધ કોઇ ગુન્હો બનતો ન હોવાનું કોર્ટે માની આરોપી હેમેન્દ્રસિંહ ઉર્ફે ચીકુ જયરાજસિંહ જાડેજાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કામમાં આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી અમીત એસ. ભગત, આનંદકુમાર ડી. સદાવ્રતી, ધર્મેન્દ્ર બરવાડીયા તથા હિરેન્દ્રસિંહ ચૌહાણ રોકાયેલ હતા.

(3:02 pm IST)