Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કાર્યક્રમોની તૈયારી માટે ભાજપ કાર્યાલયે બેઠક

 પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ તા.ર૩ જુન ડો.શ્યામા પ્રસાદ મુખરજી બલીદાન દિવસ તેમજ તા. રપ જુન કટોકટી દિન અંતર્ગત રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોય રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિવિધ કાર્યક્રમોની પુર્વ તૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભજપ પ્રમુખ કમલેશ મીરાણીની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. અ બેઠકમાં આગામી કાર્યક્રમો અંતર્ગત માહીતી આપતા જણાવેલ કે તા. ર૩ ડો. શ્યામા પ્રસાદ મુખરજી બલીદાન દિવસ અંતર્ગત રેસકોર્ષ આર્ટગેલેરી ખાતે સવારે ૯.૩૦ કલાકે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ સવારે ૧૦.૩૦ કલાકે શહેરના તમામ વોર્ડના બુથમાં પુષ્પાંજલી અર્પણ કરવામં આવશે. ત્યાર બાદ સાંજે ડો.શ્યામાપ્રસાદ મુખરજી બલીદાન દિવસ અંતર્ગત વકતવ્ય કાર્યક્રમ યોજાશે. તેમજ તા.રપ જુન કટોકટી દિવસ અંતર્ગત સાંજે ૬ કલાકે યુવા ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલયે વકતવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં જીતુ ભાઇ શાહ વકતવ્ય આપશે. તેમજ કટોકટી દિન અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવશે. તેમજ તા.ર૬ જુનથી તા.૭ જુલાઇ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. તેમજ તા.ર૧,રર,રપ જુન પ્રાથમીક સદસ્યતા અભિયાન સાથે પત્રીક વિતરણ યોજાશે અને તા.ર૬,ર૭,ર૮ જુન મોરચા સેલ દ્વારા વોર્ડમાં પ્રાથમીક સદસ્યતા અભિમાન સાથે પત્રીકા વિતરણ કાર્યક્રમ યોજાશે. તા.ર૬ના રવિવારે મન કી બાત ટીફીન કે સાથે કાર્યક્રમ અંતર્ગત માહીતી આપી હતી. ડો. શ્યામાપ્રસાદ મુખરજી બલીદાન દિવસના ઇન્ચાર્જ તરીકે હરેશભાઇ જોષી, કટોકટી દિનના ઇન્ચાર્જ તરીકે અનીલભાઇ પારેખ, વૃક્ષારોપણ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે ભરતભાઇ શીંગાળા અને વિજયભાઇ પાડલીયાને જવાબદારી સોંપણી કરાઇ હતી. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડના પ્રભારી પ્રમુખ, મહામંત્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(3:02 pm IST)