Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

શકિત સોસાયટીમાં દીપકભાઇ ટુંડીયાના મકાનમાં આગ

આગમાં ઘરવખરી બળી ગઇ

રાજકોટ તા. ર૧: બેડીપરા વિસ્તારમાં શકિત સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડે સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ શકિત સોસાયટી શેરી નં. ૭ના ખુણે આવેલા મકાનમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી આવી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફના શૈલેષભાઇ, ફાયરમેન શાહરૂખભાઇ, અરવિંદભાઇ, ધ્રુવભાઇ ત્રીજેદી, અર્જુનભાઇ તથા શાંતુભાઇ સહિતે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ મકાનના નીચે અને ઉપરના ભાગે આગ લાગી હતી. આગમાં ઘરવખરીનો સામાન બળી ગયો હતો. મકાન માલીક દીપકભાઇ જયંતીભાઇ ટુંડીયા ઇમીટેશનનું કામ કરે છે આગ કયાં કારણોસર અને તેમાં થયેલી નુકશાની અંગે તપાસ થઇ રહી છે.

(3:05 pm IST)