Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

માધાપર ચોકડી નજીક વાહન અડી જવા મામલે એડવોકેટ પ્રતાપ રાઠોડ પર હુમલો

મિત્ર સાથે કારમાં જામનગર રોડ તરફથી આવતી વખતે બનાવઃ અજાણ્‍યા શખ્‍સોએ ઝઘડો કરી પગમાં છરી ઝીંકી

રાજકોટ તા. ૨૧: માધાપર ચોકડી પાસે એડવોકેટની કાર સાથે બે અજાણ્‍યા શખ્‍સનું ટુવ્‍હીલર અડી જતાં તેને ધ્‍યાન રાખવાનું કહેતાં બંનેએ ઝઘડો કરી એડવોકેટને મારકુટ કરી છરીથી ઇજા કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ સાધુ વાસવાણી રોડ પર સિસ્‍ટર નિવેદીતા નગરમાં રહેતાં એડવોકેટ પ્રતાપભાઇ લક્ષમણભાઇ રાઠોડ (ઉ.૩૨) રાતે પોતાના મ્‍ત્રિ સાથે જામનગર રોડ પર શિવશક્‍તિ હોટેલ ખાતે ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે માધાપર ચોકડી  ગોડાઉન નજીક પહોંચતા તેની બલેનો કાર સાથે અજાણ્‍યા બે શખ્‍સનું ટુવ્‍હીલર અડી જતાં તેને ધ્‍યાન રાખવાનું કહેતાં બંનેએ ઝઘડો કર્યો હતો. જેમાં એક શખ્‍સે છરી કાઢી એડવોકેટને ડાબા પગે બેઠક પાસે ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

વાવડીમાં જીગાએ રાધાને ધોકાથી માર માર્યો

વાવડી પોલીસ ચોકી પાછળ ઝૂપડામાં રહેતી રાધાબેન રવિ સાડમીયા (ઉ.૪૦)ને ત્‍યાં જ રહેતાં જીગા નામના શખ્‍સે ધોકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. ગાળો બોલવાની ના પાડતાં આ ડખ્‍ખો થયો હતો.

શાપરમાં ભરતને રવિએ સાંકળથી માર માર્યો

શાપર વેરાવળ કિશન ગેઇટની અંદર શિતળા માતાના મંદિર પાસે રહેતાં ભરત ડાયાભાઇ પારઘી (ઉ.૨૭)ને રાતે નવેક વાગ્‍યે રવિ અને અજાણ્‍યાએ ઝઘડો કરી સાકળથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી. ભરત રાતે જ રજા લઇ જતો રહ્યો હતો. 

(3:11 pm IST)