Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પિતાએ હોન્‍ડા લઇ દેવાની ના પાડતાં રેલનગરના યુવાને ઘેનની ટીકડી પીધી

રાજકોટ તા. ૮: રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતાં રાહીલ હનીફભાઇ ગનીયાણી (ઉ.૨૨)એ રાતે ઘેનની ટીકડીઓ વધુ પડતી પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. રાહીલ બે બહેનથી નાનો છે અને હાલ કંઇ કામ કરતો નથી. તેના પિતા દાણાપીઠમાં છુટક મજૂરી કરી છે. તેને હોન્‍ડા લેવું હોઇ તેના પિતાએ પછી લઇ દેશે તેમ કહેતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

પૈસા મામલે ઘરમાં કલેશ થતાં સૂરજ ફિનાઇલ પી ગયો

ભગવતીપરામાં રહેતો સૂરજ અનિલભાઇ સોલંકી (ઉ.૨૫) સાંજે ફિનાઇલ પી જતાં સિવ્‍લિ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ઘરમાં પૈસા મામલે કલેશ થતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. 

(3:12 pm IST)