Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જડેશ્વર વેલનાથ સોસાયટીમાં પોલીસનો દરોડોઃ જાહેરમાં તીનપતી રમતા ૯ ઝડપાયા

ડીસીપી ઝોન-૧ ની એલસીબીની ટીમનો દરોડોઃ ૩૦ હજારની રોકડ કબજે

રાજકોટ તા. ર૧ઃ કોઠારિયા રોડ પર જડેશ્વર વેલનાથ સોસાયટીમાં ડીસીપી ઝોન-૧ ની એલસીબી તથા આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નવ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ જડેશ્વર વેલનાથ સોસાયટીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની એલ.સી.બી.ની ટીમના કોન્સ. રવિરાજભાઇ, સત્યજીતસિંહને બાતમી મળતા શેરી નં. ૧ માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા જડેશ્વર પાર્ક શેરી નં. ૧ના જયેશ દાદુભાઇ ખુંગળા, વેલનાથપરા શેરી નં. ૧ ના ઓમપ્રકાશ લોટનસિંઘ કુશ્વાહ, જડેશ્વર વેલનાથ સોસાયટી શેરી નં. ૧ નાસોજી રાજુભાઇ કુશ્વાહ, આશાપુરા સોસાયટી શેરી નં. ૯ના સંદીપ મહાવીરસિંહ કુશ્વાહ, હુડકો સોસાયટી શેરી નં. ૧૪ના રવિન્દ્રસિંઘ વિશ્રામસિંઘ રાજાવત, મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ર પાસે રહેતો અશોક ભીમજીભાઇ પરમાર, વિજય સુંદરલાલ શર્મા, ગોંડલ રોડ કર્મચારી સોસાયટી શેરી નં. ૬ના નિલેશ લક્ષ્મીશંકર તેરૈયા અને તીરૃપતી સોસાયટી શેરી નં. ૧ના રાધાકિશન રામઆશ્રમ પાઠકને પકડી લઇ રૃા. ૩૦,૧ર૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી આ કામગીરી આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. જી. એન. વાઘેલા તથા ડીસીપી ઝોન-૧ ની એલસીબીની ટીમના હેડ કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ, જીતુભા, રવિરાજભાઇ, દીવ્યરાજસિંહ, સત્યજીતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

વરલી ફીચરનો જુગાર

રમતા ૩ ઝડપાયા

ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. દિલીપભાઇ કોન્સ. અરવિંદભાઇ, તથા કરણભાઇને મળેલી બાતમીના આધારે એંસી ફુટ રોડ ક્રિષ્ના ચોક પાસે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા હુડકો પોલીસ ચોકી પાછળ પુજા પાર્ક મેઇન રોડ પર રહેતા હીરેન ચમનભાઇ ચોટલીયા, મીરા ઉદ્યોગની સામે રામપાર્કના નીલેષ ભરતદાસભાઇ ગોંડલીયા અને સોમનાથ સોસાયટીના મોહન મંગાભાઇ ધાનેરાને પકડી લઇ રૃા. ૧૧ર૯૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. આ કામગીરી પીઆઇ એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ. એન. રાયજાદા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:20 pm IST)