Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સાવરકુંડલાના લુહાર યુવાનના અકસ્માત મૃત્યુના કેસમાં ર૧.૩૭ લાખનું વળતર મંજુર

રાજકોટ તા. ર૧ઃ સાવરકુંડલાના લુહાર યુવાનનું અકસ્માતમાં થયેલ મૃત્યુ બદલ રૃા. ર૧,૩૭,૦૦૦-૦૦ નું વળતર કોર્ટે મંજુર કર્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ગત તા. ર૯-પ-ર૦૧૮ના રોજ સાવરકુંડલાના હાથસણી રોડ પર રહેતા લુહાર નરેશભાઇ ભીમજીભાઇ જીકાંદ્રા કે જેઓ વીસાવદર-ધારી રોડ પરથી મો.સા. લઇને પસાર થતા હતા તે વખતે રોડ પરથી એક ટ્રક નં. જી.ટી.વાય.-પર૧રના ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવીને નરેશભાઇને હડફેટે લઇ તેનું મોત નીપજાવેલ અને આ નરેશભાઇ ખેતીકામ કરતા હતા અને માસીક ૩૦,૦૦૦-૦૦ કમાતા હતા અને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા હતા મેઇન વ્યકિતનું મૃત્યુ થવાથી વળતર મેળવવા માટે સ્વ. નરેશભાઇ જીકાદ્રાના વારસદારોએ રાજકોટની કોર્ટમાં સ્વ. નરેશભાઇના વળતરનો કલેઇમ કેશ દાખલ કરેલ.

આ કામે વકીલશ્રીઓએ આ કેસ વીમા કાું. સાથે સમાધાન ન કરતા માત્ર ચાર વર્ષમાંજ પુરેપુરો કલેઇમ કેશ ચલાવીને, વીમા કાું. સામે દલીલો કરતા, આવકના પુરાવાઓ તેમજ ૧૦ જેટલા ઉપલી કોર્ટના ચુકાદાઓ રજુ કરતા રાજકોટ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી પ્રશાંત જૈને ઉપરોકત ટ્રકની વીમા કાું. બજાજ એલીયાન્સ સામે રૃા. ર૧,૩૭,૦૦૦-૦૦ વ્યાજ સહિતનું વળતર માસ ૧ માં ચુકવી આપવા હુકમ ફરમાવેલ હતો.આ કામમાં રાજકોટના એડવોકેટશ્રી રવિન્દ્ર ડી. ગોહેલ,શ્યામ જે. ગોહિલ, હિરેન ગોહિલ, મૃદુલા ગોહિલ તથા મદદમાં શ્રી દીનેશ ડી. ગોહેલ, દીવ્યેશ કણઝારીયા, કિશન મારૃ તેમજ જતીન ગોહેલ વિ. રોકાયેલા હતા.

(3:22 pm IST)