Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રીક્ષામાં મહીલાઓને બેસાડી દારૃની હેરાફેરી કરતા બે મહિલા સહિત ત્રણ ૫૨ હજારના દારૃ સાથે પકડાયા

આજીડેમ પોલીસે ચાલક ભુપેન્દ્ર, કુલસુમ અને ચંદ્રિકાની ધરપકડઃ પોલીસને શંકા ન જાય તેથી બુટલેગર મહેબુબ ઉર્ફે મેબલો અને ભુપેન્દ્ર ઉર્ફે માકડ પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડતો હતો

રિાજકોટ, તા.૨૧ઃ આજીડેમ ચોકડી નજીક ઓવરબ્રીજ પાસેથી આજીડેમ પોલીસે બાતમીના આધારે રીક્ષામાંથી બે મહીલા સહિત ત્રણને રૃા.૫૨,૮૦૦ની કિંમતની દારૃની ૧૨૦ બોટલ સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ હુડકો ચોકડીથી આજીડેમ ચોકડી તરફ દારૃનો જથ્થો ભરેલી રીક્ષા નીકળવાની હોવાની આજીડેમ પોલીસ મથકના એે.એસ.આઇ.યશવતભાઇ ભગત, હેડ કોન્સ રાજેશભાઇ જળુ, કોન્સ કુણાલસિંહ, ઝાલા અને જગદીશસિંહ પરમાને બાતમી મળતા આજીડેમ ચોકડી નજીક ઓવર બ્રીજ પાસેથી પસાર થતી જી.જે.૭વીવી - ૪૦૯૫ નંબરની રીક્ષાને શંકાના આધારે રોકી તલાશી લેતા રીક્ષામાં પાર્સલમાં પેક કરેલા વિદેશી દારૃની રૃા.૫૨,૮૦૦ની કિંમતની ૧૨૦ બોટલ મળી આવતા પોલીસે ચાલક માયાણીનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૨૪ રૃમ નં.૨૬૨૮માં રહેતા ચાલક ભુપેન્દ્ર ઉર્ફે ઉપેન્દ્ર ઉર્ફે માંકડ કમલસિંહ ભારદ્વાજ (ઉ.વ.૩૫) તથા ભાવનગર રોડ મેરામબાપાની વાડી શેરી નં.૩ની કુલસુમબેન મહેબુબભાઇ અજમેરી (ઉ.વ.૩૫) અને જંગલેશ્વર મેઇન રોડ વેલનાથ ચોક રાધાકૃષ્ણનગરની ચંદ્રિકા કાંતીભાઇ ભટ્ટી (ઉ.વ.૫૨) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી જયારે બુટલેગર મહેબુબ ઉર્ફે મેબલો અલ્લારખાભાઇ અજમેરી (રહે.મેરામબાપાની વાડી શેરી નં.૩ ભાવનગર રોડ)ની શોધખોળ હાથ ધરી છે. ભુપેન્દ્ર ઉર્ફે ઉપેન્દ્ર અગાઉ દારૃ અને જુગારના છ તેમજ મહેબુબ ઉર્ફે મેબલો દારૃ - જુગારના પાંચ ગુનામાં પકડાઇ ચુકયો છે. પોલીસને શંકા ન જાય તેથી મેહબુબ તેની પત્નિ કુલસુમ અને ચંદ્રિકા ભટ્ટીને સાથે રાખી દારૃની હેરાફેરી કરતો હતો. આ કામગીરી પી.એસ.આઇ. જે.કે.ગઢવી, એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, હેડ કોન્સ કૌશેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, કૃણાલસિંહ ઝાલા, જગદીશ સિંહ પરમાર તથા ભીખુભાઇ મૈયડ દ્વારા કરવામાં આવી હતી.

(3:23 pm IST)