Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કાર અમદાવાદમાં ફાસ્‍ટેગ ચાર્જ કપાયો ભરૂડી ટોલ નાકે !!

ફરીયાદો કરવી તો કોને ? ગડકરીને થયા ઇ-મેઇલ

રાજકોટ, તા. ર૧ : નેશનલ હાઇવે ઉપર વાહન ચાલકો ટોલ પ્‍લાઝા ઉપર થતી લાંબી લાઇનો બાય પાસ કરી ‘‘ફાસ્‍ટેગ લેન'' પર પોતાનું વાહન પસાર કરી સરળતાથી નીકળી શકે તેવી વ્‍યવસ્‍થા કેન્‍દ્રીય પરીવહન મંત્રાલય દ્વારા ગોઠવવામાં આવી છે. આ માટે પે-પેઇડ ફાસ્‍ટેગ કાર્ડ ની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ફાસ્‍ટેગનું ડીજીટલ સ્‍ટીકર તમારી કારના વિન્‍ડ સ્‍ક્રીન પર લગાવી ફાસ્‍ટેગ લેન પરથી પસાર થતા તમારા ખાતામાંથી ઓટોમેટીક ચાર્જ વસુલાય જાય છે પરંતુ આ સીસ્‍ટમમાં અનેક ખામીઓ ઉદ્‌્‌ભવી રહી છે. ઘણા વાહન ચાલકોની ફરીયાદો છે કે તેમની પાસેથી એક થી વધુ વખત ચાર્જ વસુલાય જાય છે. આજે એક નવી ફરીયાદ ઉઠી છે. આヘર્યજનક રીતે દેવેન્‍દ્રભાઇ પતાણી નામના કાર માલીક પોતાની કાર સાથે ગઇકાલે અમદાવાદમાં હતા ત્‍યારે  તેમની કારના ફાસ્‍ટેગ એકાઉન્‍ટમાંથી ભરૂડી (ગોંડલ) ટોલ નાકા પરથી રૂા. ૪૦ કપાઇ ગયા હતા ! દેવેન્‍દ્રભાઇએ આ અંગે પુરાવા સાથે વધુ એક વખત કેન્‍દ્રીય મંત્રી શ્રી નીતીનભાઇ ગડકરી ને ઇ-મેઇલ કરી ફરીયાદ કરી છે. તેમનું જણાવવુ છે કે ચેમ્‍બર ઓફ કોમર્સ મારફત પણ અગાઉ મારી પાસેથી વસુલાયેલ ડબલ ચાર્જ અંગે ફરીયાદ કરી હતી. ફાસ્‍ટેગની ફરીયાદ કરવી તો કોને  ? તેની વિડંબણા સર્જાય છે.

(3:56 pm IST)