Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

શહેર બન્યુ યોગમય, સૌને સારા આરોગ્યની શુભેચ્છા : કમલેશ મિરાણી

રાજકોટ,તા. ૨૧ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવેલ કે આજે 'યોગ દિવસ' છે. ત્યારે 'યોગ' વિદ્યાએ શરીરને આત્મ સાથે જોડતી મહર્ષિ પતંજલીએ આપેલી વિશ્વને અમુલ્ય ભેટ છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સામુહિક યોગની શરૂઆત ગુજરાતમાંથી કરી અને આજે વિશ્વભરના લોકો નરેન્દ્રભાઇ મોદીના આ સંકલ્પને સાર્થક કરી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું શ્રેય પણ નરેન્દ્રભાઇ મોદીના ખાતામાં જાય છે. રાજકોટ મહાનગરમાં ૮૦ થી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયેલ અને બહોળી સંખ્યામાં શહેરીજનો યોગમાં જોડાયા હતા. સૌનુ આરોગ્ય સારૂ રહે તેવી શુભેચ્છા કમલેશ મિરાણીએ યોગ દિવસે નિમિતે શહેરીજનોને પાઠવી છે.

(4:02 pm IST)