Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

BRTS સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ ૩.૮૦ લાખનો દંડ

સીટી બસના ૧૬ કંડકટરો સસ્‍પેન્‍ડ : છેલ્લા અઠવાડીયામાં ૩.૫૪ લાખ મુસાફરોએ લાભ લીધોઃ સીટી બસમાં ૧૪ મુસાફરો ટિકિટ વગર ઝડપાયા

રાજકોટ તા.૨૧:  મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે તા. ૧૩ થી ૧૯ જૂન સુધીમાં  કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૫ રૂટ પર ૯૦ સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે . પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ રૂા. ૩.૮૦ લાખની  પેનલ્‍ટી આપવામાં આવી છે અને કન્‍ડક્‍ટરને કાયમી ધોરણે ફરજ મુક્‍ત કર્યા છે.
આ અંગે મહાનરગપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૧૩ થી ૧૯ જુન  સુધીમાં કરાવમાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
સિટી બસ (RMTS) સેવા જનરલની કામગીરી
સિટી બસ સેવા (RMTS)માં તા. ૧૩ થી ૧૯ જૂન દરમિયાન કુલ અંદાજીત ૧,૧૩,૩૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૮૭,૭૧૦ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.
સિટી બસ સેવામાં બસ ઓપરેટરશ્રી મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૧૦,૨૨૫ કિ.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૩,૫૭,૮૭૫ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. બસસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ  કુલ રૂા. ૨૧,૧૦૦ ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતિ/ અનિયમિતતા સબબ કુલ ૧૨ કંડકટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૪ કંડકટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.
ચેકીંગ દરમિયાન કુલ ૧૪ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૧૫૪૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
બી.આર.ટી.એસ. બસ સેવા જનરલ
બી.આર.ટી.એસ. બસ સેવામાં તા. ૧૩ થી ૧૯ જૂન દરમિયાન કુલ અંદાજીત ૨૮,૭૦૦ કિમી. ચાલેલ છે. તથા કુલ ૧,૬૬,૪૧૩ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એકસ-મેન તથા સિક્‍યુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિક્‍યુરીટી સર્વિસ ને કામમાં ક્ષતિ બદલ રૂા. ૧૮૯૬ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

 

(4:05 pm IST)