Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ગોંડલની ગંગોત્રી સ્કુલમાં ગુરૂવારે રકતદાન કેમ્પઃ કેન્સરના દર્દીઓના લાભાર્થે આયોજન

૫૦૦થી ૭૦૦ રકતની બોટલ એકત્ર થવાનો અંદાજઃ નામ નોંધણી

રાજકોટઃ રકતદાનને મહાદાન ગણવામાં આવે છે. રકતનું એક બુંદ મનુષ્યનું જીવન બચાવી શકે છે. રકતએ અમૂલ્ય વસ્તુ છે. ત્યારે શિક્ષણની સાથે પોતાની સામાજીક જવાબદારી અદા કરતા ગંગોત્રી પરિવાર–ગોંડલ દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલના ચોથા ફાઉૈન્ડેશન-ડેના પ્રસંગે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (જીસીઆરઆઇ)નાં દર્દીઓના લાભાર્થે સમગ્ર ગુજરાતનાં કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે લોહી મળી રહે તેવા શુભ આશયથી તા.૨૩ને ગુરુવારે સવારે ૮થી બપોરે ૩ વાગ્યા સુધી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ, ગોંડલ જેતપુર નેશનલ હાઇવે ૨૭, જામવાડી, ગોંડલ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ મહારકતદાન કેમ્પ  માટે શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગૃપ સહિત ૩૦ જેટલી સામાજીક અને સેવાકીય તથા શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છેે. રકતદાન કરવા આવનાર રકતદાતાએ મો. ૯૪૨૮૨ ૦૦૬૬૦, ૯૫૧૨૩ ૦૦૩૫૧ પર રજીસ્ટ્રેશન કરાવી લેવું રકતદાન કરવા આવનાર રકતદાતા માટે ચા, પાણી નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તસ્વીરમાં ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલના ફાઉન્ડર ચેરમેન સંદિપ છોટાળા, વિનયભાઇ જસાણી તથા હરીશભાઇ પાંડે નજરે પડે છે.

(4:09 pm IST)