Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

મોચી બજારના દિપકને પિતાએ ૫૦૦ રૂપિયા ન દેતાં એસિડ પી આપઘાત

કામ ધંધો કરતો નહિ, નશો કરવા રોજ ઘરમાંથી પૈસા માંગતો હતોઃ ચાર બહેનનો એકનો એક ભાઇ હતોઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૧: મોચી બજાર ખાડામાં શ્રધ્ધાનંદ વાલ્મિકીવાસમાં રહેતાં દિપક કિશનભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) નામના યુવાને એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર દિપક ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને માતા-પિતાનો એક જ પુત્ર હતાં. તેના પિતા આર.એમ.સી.ના નિવૃત કર્મચારી છે. સ્વજનોએ કહ્યા મુજબ દિપકને નશો કરવાની આદત હોઇ તે હાલમાં કંઇ કામ ધંધો પણ કરતો નહોતો. અગાઉ થોડા દિવસ સિવિલમાં હંગામી નોકરીએ રહ્યો હતો. રોજબરોજ નશો કરવા માટે તે ઘરમાંથી પૈસા માંગતો હતો. ગઇકાલે બપોરે પણ પિતા પાસે પ૦૦ રૂપિયા માંગતા પિતાને ન દેતાં માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધાની શકયતા છે.

(11:56 am IST)