Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : નવા વસ્ત્ર પરીધાન સાથે બહેનો દ્વારા ગોરમા-જવારાનું ભાવથી સમુહ પૂજન

રાજકોટ : નાની બાળાઓના મોળાકત વ્રતના પ્રારંભ બાદ હવે આજથી મોટી યુવતીઓ અને સૌભાગ્યવતી બહેનોના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે.  નવા વસ્ત્ર પરીધાન કરી કરી મંદિરોમાં ગોરમાનું પૂજન કરવામાં આવે છે. નમક વગરના ભોજનથી એકટાણા શરૂ કરી પાંચમા દિવસે પારણા કરવામાં આવે છે. છેલ્લે દિવસે આખી રાત્રીનું જાગરણ કરવામાં આવે છે. વાયકા મુજબ કુંવારી યુવતીઓ સારો ભરથાર જીવનસાથી મળે તેવા આશયથી શીવ પાર્વતી અને ગોરમાને ભજવા માટે આ વ્રત શરૂ કરે છે અને સાસરે ગયા બાદ આ વ્રતનું ઉજવણુ કરી વિરામ આપે છે. આ વ્રત દરમિયાન માટીના નાના કુંડામાં ઉગાડવામાં આવેલ ગોરમાના પ્રતિકરૂપ જવારાઓનું પણ પૂજન કરવામાં આવે છે અને છેલ્લે દિવસે તેને પાણીમાં પધરાવવામાં આવે છે. આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો હોય મંદિરો અને ચોગાનોમાં નવા વસ્ત્ર ધારણ કરેલ વ્રતધારી બહેનોએ ગોરમા અને શિવ પાર્વતીનું ભાવથી પૂજન કર્યુ હતુ. ઠેર ઠેર થયેલ સમુહ પૂજન સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:19 pm IST)