Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

શનિવારે ગુરૂપુર્ણિમાંએ એક દિવસીય ઓશો ધ્યાન શિબિરઃ નિઃશુલ્ક-સન્યાસ ઉત્સવ-હૃદયાંજલી-પુષ્પાંજલી

ઓશો સન્યાસી માં યોગ ગીતાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે હૃદયાંજલી સાથે પુષ્પાંજલી : આયોજકઃ સ્વામી સત્ય પ્રકાશ- સ્વામીજીના સ્વરૂપ સરસ્વતીજી (આર.જે.આહૃયા) સહ સંચાલીકાઃ માં યોગ (રમાબેન કામદાર): ઓશોની અમેરીકાની ગુરૂપુર્ણિમાં ઉત્સવની વિડીયો સી.ડી. દર્શાવશે : શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી છે જે લોકોએ વેકસીન લીધેલ હશે તેઓને જ શિબિરમાં પ્રવેશ અપાશે

રાજકોટઃ ઓશોના  સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન-કિર્તન, ગીત-સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, મૃત્યું ઉત્સવ, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં રાત અને દિવસ ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા ૩૬ વર્ષોથી અવાર નવાર ઉત્સવો તથા શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેનું સંચાલન સ્વામિ સત્ય પ્ર કાશ કરી રહયા છે.

 આગામી તા.ર૪ને શનીવારે ગુરૂ પૂર્ણિમા નિમિતે હર સાલની માફક આ વર્ષે પણ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર એક દિવસીય નિઃશૂલ્ક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, શિબિરની રૂપરેખા આ પ્રમાણે છે, સવારે ૬ થી છ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૬ વર્ષોથી એકપણ દિવસ ચૂકયા વગર નિયમીત ઓશો ધ્યાન મંદિર પર કરવામાં આવે છે) સવારે - ૭-૧૫ થી ૮ બ્રેકફાસ્ટ, સવારે ૮-૩૦ વાગ્યે ગુરૂવંદના, સવારે ૯ થી બપોરે ૧ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન -યોગો બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ, બપોરે ૩ થી રાત્રીના ૮-૩૦ દરમ્યાન અમેરીકાની ગુરૂપૂર્ણિમાની વિડીયો દર્શન, ઓશોના વિવિધ ધ્યાન -યોગો ઓશો સન્યાસીનીમાં યોગ ગીતાને હૃદયાંજલી સાથે પુષ્પાજલી પૂ, માં યોગ નિવેદીતાજી દ્વારા માં યોગ ગીતા સાથેના તથા ઓશો સાથેના વાતચીતના સંસ્મરણો શેર કરશે, સંધ્યા સત્સંગ, સત સત તુમ કો પ્રણામ કિર્તન સાથે ગુરૂ વંદના સન્યાસ - ઉત્સવ રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરિહર).

 શિબિર આયોજક સ્વામિ સત્ય પ્રકાશ ઓશો સાથે છેલ્લા પ૪ વર્ષોથી જોડાયેલા છે, ઓશો ૧૯૬૭૪માં રાજકોટમાં આવેલા ત્યારે સ્વામિ સત્ય પ્રકાશ ઓશોને રૂબરૂ મળેલા ત્યારબાદ ૧૯૮૫ માં ઓશો આશ્રમ પુના દ્વારા ઓશો કાર્ય માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરની માન્યતા આપેલ, આ રીતે છેલ્લા ૩૬ વર્ષોથી ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ધ્યાનની ગંગોત્રી એક પણ દિવસ ચુકાયા વગર સ્ક્રીય ધ્યાન તથા શિબિરોની ધ્યાનોત્સવની, ઓશો સાહિત્ય પ્રદર્શનોની ગંગોત્રી ઓશોની અનુકંપાથી વહી રહી છે.

( શિબિર સંચાલક - સ્વામિજીનું સ્વરૂપ સરસ્વતીજી (આર.જે.આહયા) એ ઓશો પાસેજ અભ્યાસ દિક્ષા અંગીકાર કરેલ છે, અને ઓશોએ તેઓશ્રીને શકિતપાત્ર પણ આપેલ છે, સ્વામિજીનું સ્વરૂપ સરસ્વતીજી ધ્યાનની ગહનધારામાં ઉંડાણ ધરાવે છે, અને સાધકોને માર્ગદર્શન પૂરૂ પાડે છે, તેઓશ્રી જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી છે, ઇશ્વરીયા પાર્ક ખાતેથી મેનેજરપદેથી સ્વૈચ્છીક નિવૃતી લીધેલ છે, ઓશોના પ્રસાર અને પ્રચાર કાર્યમાં જોડાયેલા છે.

 પૂ માં યોગ નિવેદીતાજીઃ- માં યોગ નિવેદિતાજી શરૂઆતથી ઓશો સાથે જોડાયેલા છે, જયારે ઓશોની શરૂઆત હતી અને આચાર્ય રજનીશ તરીકે હતા, ત્યારે ઓશોની અનેક શિબિરોમાં, કિર્તન મંડળીમાં માં યોગ નિવેદીતાજી સહભાગી થયેલા, જેના માટે રાજકોટ તથા રાજકોટના ઓશો સન્યાસી તથા પ્રેમીઓ માટે ગૌરવની વાત છે, કે ઓશો સાથે રહીને અને તેમના પ્રચાર-પ્રસાર કાર્યમાં પોતાનું જીવન આખું અર્પણ કરેલ છે, ઓશોએ તેમને પત્રો પણ લખેલા છે, નિબંધ સ્પર્ધા તથા બીજા કાર્ય માટે ઓશોએ તેમને સન્માન પત્ર આપી સન્માનીત કરેલ છે, તેઓ આજીવન અપરણીત રહીને ઓશો કાર્યનેજ પોતાનું ધ્યાન સમજીને કાર્ય કરે છે, તેમના મોઢે ઓશોનાં સંસ્મરણો સાંભળવા જીવનનો એક લહાવો છે, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર તેમના સાનિધ્યમાં ર ઓશો ધ્યાન શિબિરોનું આયોજન થયેલું છે, નિર્વાણમાં યોગ ગીતાના મકાનનું ટ્રસ્ટ 'સ્વ.શ્રી શાંતાબેન રામજીભાઇ નંદાણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ'ની કાર્યવાહી બાબતની પણ તેઓશ્રી શિબિર દરમ્યાન કરશે, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી ઉમેશભાઇ નંદાણી, સ્વામિ સત્ય પ્રકાશ, વકીલશ્રી મૌતીકભાઇ, માં યોગ નિવેદીતાજી બધા હૃદયાજલી સાથે પુષ્પાજલી અર્પણ કરી હવે પછી આગળ ટ્રસ્ટ શું કરવા માંગે છે, તેની વિગતવારચર્ચા થશે, નિવેદીતાજીની ઓશો સત્ય પ્રકાશ ઘ્યાન મંદિર પર ત્રીજી શિબિર છે, તેઓ સહ સંચાલીકા છે.

 (શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી છે, તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ, મો.નં. સાથે લખેલી આપવાની રહેશે, જેઓએ વેકસીન લીધેલ હશે, તેઓને સહભાગીતા માટે અગ્રતા આપવામાં આવશે, વેકસીન લીધેલ હોય તેઓએ સર્ટી અથવા મોબાઇલમાં દર્શાવવાનું રહેશે, સહભાગીતા માટે એસએમએસ દ્વારા અથવા રૂબરૂ કરાવવાનું રહેશે.

 ઓશો સત્ય પ્રકાશ ઘ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે. ૪-વેદવાડી, રાજકોટ.   સહભાગીતા માટે નામ નોંધણી એસએમએસ દ્વારા કરાવવા માટે તથા વિશેષ માહીતી માટે :-  સ્વામિ સત્ય પ્રકાશ :- ૯૪ર૭ર પ૪૨૭૬ (સાદો મોબાઈલ) સ્વામિ જીન સ્વરૂપ સરસ્વતીજી - ૯૪ર૮ર ૦રરપપ સંજીવ રાઠોડઃ- ૯૮ર૪૮ ૮૬૦૭૦ 

(3:20 pm IST)