Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

મેયર ડો.પ્રદીપ ડવની શુભેચ્છા મુલાકાત લેતા સાઉથ એશિયાની ઇકલી સંસ્થાના અધિકારીઓ

રાજકોટઃ સાઉથ એશિયાના ઇકલી સંસ્થાના 'કેપેસીટીસ' પ્રોજેકટની ટીમ દ્વારા રાજકોટના મેયર શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી તે વખતની તસ્વીર. ઇકલી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે કેપેસીટીસ પ્રોજેકટ માટે કરારો સાઇન કરવામાં આવેલ છે, જે અંતર્ગત રાજકોટ શહેરમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટેના વિવિધ પ્રોજેકટ માટે ટેકનિકલ તેમજ પ્રોજેકટ ઇમ્પ્લીમેનટેશન માટેની સહાય મળી રહે છે. પ્રોજેકટ અંતર્ગત જ રાજકોટ શહેર એક લાઇમેટ રેસીલિએન્ટ સિટી એકશન પ્લાન બનાવેલ છે. જેમાં કલાઇમેટ મિટિગેશન અનેક લાઇમેટ અડેપટેશન માટેના વિવિધ પ્રોજેકટસની નોંધ બનાવેલ છે. રાજકોટ શહેર પણ સતત ઇનોવેટિવ પ્રોજેકટસના ઇમ્પ્લીમેનટેશન થકી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરી રહેલ છે, જે માટે શહેરને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એવોડર્સ પણ મળેલ છે. આ મુલાકાત દરમ્યાન આગામી સમયમાં રાજકોટ શહેરના ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વધુ ઘટાડો કરવા માટેનો વિવિધ પ્રોજેકટસ અંગે ચર્ચા કરવામાં આવેલ.

(3:28 pm IST)