Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

પુસ્તક અવલોકન ધન્વી માહી

''કાઠિયાવાડની રસધાર'' : સૌરાષ્ટ્રના લોકસમાજના સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરતી કથાઓનો સંગ્રહ

શિર્ષક : ''કાઠીયાવાડની રસધાર''

લેખક : ડો. પ્રદ્યુમન ખાચર

પૃષ્ઠ : ૩૨૦, કિંમત : ૪૦૦

પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર, નવાનાકા રોડ, ૧ લો માળ, રાજકોટ ફોન ૦૨૮૧ - ૨૨૨૫૫૯૬

આ દળદાર પુસ્તકમાં સૌરાષ્ટ્ર લોકજીવન અને ઇતિહાસના અભ્યાસી ડો. પ્રદ્યુમન ખાચરે ૯૯ પ્રકરણો આલેખી સૌરાષ્ટ્રના લોકસમાજના સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરવા ખુબ સરસ પ્રયાસ કર્યો છે. રાજ રજાડાઓ અને કાઠી દરબારોની રિયાસતથી માંડીને આલમની અઢારેય વરણની સંસ્કૃતિ અને સંંસ્કારની સોડમ પ્રસરાવી જીવન મુલ્યોને સમજાવેલ છે. સૌરાષ્ટ્રના રાજવીઓની સાહિત્ય કલા, સ્થાપત્ય, શિક્ષણ અને સંગીતની રસપ્રદ વાતો સામેલ છે. તો સાથે કાઠીયાવાડના પ્રાચીનકાળના સંતો, મહંતો, ભકતો, શુરાઓ, પીરોની વાતો પણ લખી છે. ધર્મની વાતો પણ છે, માનવતાની અને શુરવીરતાની વાતો પણ છે અને પ્રણયની વાતો પણ છે. લોકસમાજનો પડઘો પાડતી દંતકથાઓ તેમજ જાદુના ચમત્કારોની કથાઓ વાંચકને આકર્ષી જાય તે રીતે આ પુસ્તકમાં વણી લેવાઇ છે.

(3:30 pm IST)