Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

રવિવારે ૨૦૦ શ્રવણયંત્ર (કાનના મશીન)નો ફ્રી વિતરણ કેમ્પ

રોટરી કલબ રાજકોટ મીડટાઉન દ્વારા સરકારી ગાઇડ લાઇન મુજબ યોજાશે કાર્યક્રમઃ ઇએનટી સર્જન સેવા આપશેઃ દર્દીઓએ નામ નોંધાવી દેવા

રાજકોટઃ રોટરી કલબ રાજકોટ મીડટાઉન દર વર્ષે ફ્રી કાનના મશીન આપવાનો કેમ્પ યોજે છે. આ વખતે પણ તા.૨૫ના રવિવારે ૨૦૦ શ્રવણયંત્રોનું વિતરણ કરવામાં આવશે. સરકારી નિયમો અનુસાર કાર્યક્રમ યોજાશે.

દર્દીઓના કાનની સર્જનો દ્વારા તપાસ કરવામાં આવશે. રોટરી મીડટાઉનમાં ઇએનટી સર્જનો સેવા આપશે. જરૂરીયાતમંદ દર્દીઓને કાનની તપાસ બાદ જ કાનનું શ્રવણયંત્ર આપવામાં આવશે.

જીવણલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી આયોજીત આ કેમ્પમાં દર્દીઓએ અગાઉથી  નામ નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.

સ્થળઃ લલીતાલય રોટરી મીડટાઉન ડાયાબીટીસ સેન્ટર ૬, ગીત ગુર્જરી સોસાયટી () સ્યુટ હોટેલની સાામેની શેરીમાં એરપોર્ટ રોડ પાસે રાજકોટ મો.૯૪૦૯૩ ૩૦૦૩૪-૩૫ , ફોન નં.૦૨૮૧-૨૪૪૪૦૨૪, ૨૪૪૦૨૫ તા.૨૫ રવિવારે, સમય સવારે ૮ થી ૧૧ સુધી

સમગ્ર આયોજનમાં સંસ્થાના પ્રમુખ સંદીપભાઇ બાવીસી, કાનના સર્જન ડો. નિરવ મોદી અને પૂર્વ  પ્રમુખ ડો. બાનુબેન ધકાણ વિ. જહેમત ઉઠાવી રહયા છે.

(3:54 pm IST)