Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વોર્ડ નં. ૧૨ - ૧૮ના રહેવાસીઓને આવક સહિતના દાખલા માટે મહામુશ્કેલી

વાવડી અને કોઠારિયા વિસ્તારના લોકોને ૧૨ થી ૧૫ કિલોમીટર દુર આવેલ મામલતદાર કચેરીએ જવું પડતું હોય અને અરજદારોને હેરાન પરેશાન થવું પડે છે ત્યારે તંત્ર યોગ્ય કરે : વિપક્ષી નેતા ભાનુબેન - પૂર્વ કોર્પોરેટર ઉવર્શીબાની રજૂઆત

રાજકોટ તા. ૨૧ : મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને વોર્ડ નં.૧૨ના પૂર્વ કોર્પોરેટર શ્રીમતી ઉર્વશીબા કનકસિંહ જાડેજાએ રાજકોટ ના કલેકટરશ્રીને રજૂઆત માં જણાવ્યું છે કે રાજકોટ શહેરના વોર્ડ નં.૧૨ઙ્ગ અને વોર્ડ નં.૧૮ માંઙ્ગ વાવડી ગામ તળ, વિશ્વકર્મા સોસાયટી, આંગન સીટી, આંગન રેસીડેન્સી, શકિત નગર, મહમદી બાગ, રસુલપરા વિસ્તાર, નુરાનીપરા, નારાયણનગર, સોલ્વન્ટ, હાઉસિંગ બોર્ડ કવાટર, સ્વાતી પાર્ક, કોઠારિયા ગામ, રણુજા, તિરૂપતિ, પીરવાળી વિસ્તાર સહિતના વર્ષ ૨૦૧૪-૧૫ માં રાજકોટઙ્ગ મહાનગરપાલિકામાં નવા વિસ્તારો ભેળવેલા છે ત્યારે આ વિસ્તારના હજ્જારો લોકોને મામલતદારશ્રી તરફથી કાઢી આપવામાં આવતા આવકના દાખલા, વિધવા પેન્શન, વડીલ વંદના કાર્ડ, નોન ક્રિમીનલના દાખલા, ઈ.ડબ્લ્યુ.એસ. સર્ટીફીકેટ, સહિતના દાખલા અને સરકારી કામકાજ માટે છેક ૧૨ થી ૧૫ કિલોમીટર દુર રાજકોટ શહેરની મધ્યમાં આવેલ જૂની કલેકટર કચેરીમાં આવેલ રાજકોટ તાલુકા મામલતદારશ્રીની કચેરીમાં દુર સુધી જવું પડે છે.

ત્યારે લોકોને શહેરના ગોંડલ રોડ પર આવેલ દક્ષીણ મામલતદારશ્રીની કચેરીમાં આ તમામ કામગીરી કરવા માટે નો લાભ મળે તેમજ આ વિસ્તારના લોકોનો ડેટા સ્થળાંતર કરવામાં આવે તેવી લોકોની અમારી પાસે અનેકવિધ રજુઆતો મળેલ છે જેથી વોર્ડ નં.૧૨ અને વોર્ડ નં.૧૮ ના લોકોને ખુબ દુર સુધી ન જવું પડે તેવો વ્યવહારિક ઉકેલ લાવવા રાજકોટ જીલ્લાના સમાહર્તાશ્રી ને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને વોર્ડ નં.૧૨ના પૂર્વ કોર્પોરેટર શ્રીમતી ઉર્વશીબા કનકસિંહ જાડેજાએ વિનંતી સાથે રજૂઆત કરી છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(3:56 pm IST)