Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વિધાનસભા-૭૦માં સમાવિષ્ટ વોર્ડના આગેવાનોની બેઠક

રાજકોટઃ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં વિધાનસભા ૭૦ માં સમાવિષ્ટ વોર્ડના આગેવાનોની બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે પ્રધાનમંત્રી વિમા યોજના વિષે તેમજ કમલેશ મીરાણીએ માનવ ગરીમા યોજના અંગે માર્ગદર્શન પુરૃં પાડયું હતું. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, મહામંત્રી જીતુ કોઠારી, રક્ષાબેન બોળીયા, રાજુભાઇ અઘેરા, આરેઅન.એસબીના ઉપાધ્યાય, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું સંચાલન જીતુભાઇ કોઠારીએ કર્યું હતું. તેમજ યોજનાઓ અંગેની વિસ્તૃત માહિતી ગોવીંદભાઇ પટેલ તેમજ કમલેશ મિરાણીએ આપી હતી. બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(3:58 pm IST)