Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કાલથી રાજકોટ-સૂરત એસટી બસ બાદ હવે વોલ્વો પણ શરૂ થશેઃ અમદાવાદ-રાજકોટ AC વોલ્વો દોડવા માંડશે

રાજકોટથી સૂરત માટે ર૭ બસ ઉપડશેઃ સોફા-સ્ટ્રેચેબલ સીટ સહિત સ્લીપર કોચઃ કુલ ૩૦ મૂસાફરો બેસાડાશેઃ તમામ મૂસાફરોની વિગતો નોંધવા કંડકટરોને આદેશ

રાજકોટ તા. ર૧ : સતત  ર૦ દિવસ બંધ રહ્યા બાદ આવતીકાલથી રાજકોટ-સૂરત વચ્ચે એસટી બસો દોડવા માંડશે કુલ ર૭ રૂટો રાજકોટથી દોડશે તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

આ સાધનોએ જણાવેલ કે, રાજકોટથી સૂરત સ્લીપર કોચ બસો પણ રખાઇ છે, રાજકોટ-સૂરત ઉપરાંત, રાજકોટ-નવસારી રાત્રે ૧૦-૩૦ વાગ્યે, જામનગર-સૂરત બસ પણ દોડવા માડશે.

દરેબ બસમાં સોફામાં ૧૦, સટ્રેચેબલ સીટમાં ર૦ સાથે સ્લીપર કોચમાં કુલ ૩૦ વ્યકિત બેસી શકશે, તમામ મૂસાફરોની માહિતી નોંધવા કંડકટરોને આદેશ કરાયા છે.

દરમિયાન એસટી તંત્ર કાલથી રાજકોટ સહિત રાજયભરમાં એસી વોલ્વો બસ પણ દોડાવવાની જાહેરાત કરી છે, સતત ૧પ૦ દિવસ આ વોલ્વો સેવા ઠપ્પ રહ્યા બાદ હવે કાલથી રાજયભરમાં શરૂ થઇ જશે. રાજકોટથી નવા બસ પોર્ટ ઉપરથી આ વોલ્વોના સ્પે. પ્લેટ ફોર્મ ઉપરથી ઉપડશે.

જે વોલ્વો શરૂ થનાર છે, તેમાં નહેરૂનગર-વડોદરા, રાજકોટ-અમદાવાદ, નહેરૂનગર-નવસારી, રૂટ શરૂ કરાશે, આ ઉપરાંત એમસી સીટરની કુલ ૧૩ બસ અમદાવાદ-ડીસા, અમદાવાદ, ભાવનગર, અમદાવાદ-મોરબી, ગાંધીનગર-અમરેલી દોડશે ઉપરાંત સ્લીપર કોચની કુલ૧૦ બસ  પણ ઉપડશે જેમાં ગાંધીનગર-દ્વારકા, ગાંધીનગર, સોમનાથ, ગાંધીનગર-દિવ-ગાંધીનગર-ભુજ-વડોદરા, વોલ્વોની જાહેરાત થઇ છે.

રાજકોટ-અમદાવાદ વચ્ચે કાલથી શરૂ થનારી એસટીની એસી વોલ્વો બસનું સમયપત્રક

રાજકોટ, તા., ૨૧: આવતીકાલથી એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ-અમદાવાદ વચ્ચે એ.સી. વોલ્વો બસ દોડાવવાનું શરૂ થનાર છે. જેનું સતાવાર જાહેર થયેલ સમય પત્રક આ મુજબ છે.

રાજકોટ-અમદાવાદ વચ્ચે કાલે સવારેઃ ૬-૩૦ વાગ્યે, ૭-૩૦ વાગ્યે, ૧૦-૦૦ વાગ્યે અને બપોરે : ૧-૦૦ વાગ્યે, ૩-૦૦ વાગ્યે અને છેલ્લી બસ સાંજે પ-૦૦ વાગ્યે ઉપડશે.

(3:09 pm IST)