Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

બે કિલો ચોકલેટમાંથી બન્યા ગણપતિ

રાજકોટ તા. ૨૧ : ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે અને કોરોનાને કારણે આ વખતે ગણપતિના પંડાલ નહીંઙ્ગ હોવાથી લોકો વધુ પ્રમાણમાં ઘરે ગણપતિનું સ્થાપન કરી રહ્યા છે. આ ઘર ગણપતિમાં પણ જુદી જુદી વિશેષતા જોવા મળી રહી છે.

રાજકોટમાં જસાણી પાર્ક-૧માં રહેતાઙ્ગ હીનાબેન દવે અને તેમના પુત્ર શેમલે ચોકલેટના ગણપતિ બનાવ્યા છે. આ ગણપતિ બનાવવા માટે બે કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગણપતિના વાઘા અને શણગાર પણ ચોકલેટ મટિરિયલમાંથી જ બનાવવામાં આવ્યા છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિની અપીલને ધ્યાનમાં રાખીને આ માતા-પુત્રએ માટીના ગણપતિ પણ બનાવ્યા છે.

(2:50 pm IST)