Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજકોટમાં યુનિવર્સીટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં બે જૂથ વચ્ચે ડખ્ખો : બાઈક સળગાવાયું : જુગારના પૈસાની લેતીદેતીમાં બબાલ થયાની ચર્ચા

રાજકોટ : આજે રાત્રે યુનિવર્સીટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં બે જૂથ વચ્ચે ડખ્ખો થયો હતો બે જૂથ સામસામા આવી ગયા હતા એક  બાઈક પણ સળગાવાયું હતું, જાણવા મળ્યા મુજબ આ બે જૂથ વચ્ચે બે દિવસ પહેલાના જુગારના પૈસાની લેતીદેતીમાં બબાલ થયાની ચર્ચા જાગી છે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને બંને જૂથના કેટલાક લોકોને રાઉન્ડઅપ કર્યા છે 

(11:10 pm IST)