Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વિજ્ઞાન જાથા દ્વારા સ્મશાનોમાં કાળી ચૌદશની ઉજવણી કરાશે

રાજયકક્ષાનો કાર્યક્રમ વિજાપુરના ખરોડ ગામે અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જસદણમાં: મીટીંગો શરૂ

રાજકોટઃ દેશભરમાં ૩ જી નવેમ્બર બુધવારે કાળી ચૌદશની વર્ષો જુની ગેરમાન્યતા, અંધશ્રદ્ધા દૂર કરવા ભાજપ જન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય કચેરી ગામેગામ સ્મશાનમાં સામાજિક ચેતનાના કાર્યક્રમો આપી જનજાગૃતિનું અભિયાન હાથમાં લીધું છે. તેના ભાગરૂપે મહેસાણા જિલ્લાના વિજાપુરના ખરોડ ગામના સ્મશાનમાં ઉજવણી માટે આગેવાનો સાથે મિટીંગનું આયોજન કર્યું હતું. દરમિયાન આગામી ૬ઠ્ઠી ઓકટોબરે સાંજે ૬ કલાકે જસદણ સ્મશાનમાં જાગૃતોની મિટીંગ યોજાશે. જેમાં પત્રિકા વિતરણ સહિત અનેકવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. ખરોડ ગામમાં સરપંચ મહેશજી ગાંડાજી ઠાકોરની અમૃતલાલ પટેલ, બાબુભાઇ પટેલ, કેશવલાલ પ્રજાપતિ, ધીરૂભાઇ ચૌહાણ, અમૃતલાલ સુથાર, કનૈયાલાલ પટેલ, બાબુભાઇ પટેલ, અજીતભાઇ પટેલ, મજેશભાઇ હીરાભાઇ, જીતેન્દ્રભાઇ ડાહ્યાભાઇ, ભરતભાઇ મણીલાલ, ચેતનકુમાર પશાભાઇ, હાલજીભાઇ મકવાણા, વિમલભાઇ પટેલ, સંજયકુમાર સોમાભાઇ, રમેશભાઇ દેસાઇ, સંગપુર ગામના વાસુદેવ રત્નાભાઇ પરમાર, સહિત જાગૃતો હાજર રહ્યા હતા. બંને કાર્યક્રમોની સંમતિ લેવામાં આવી હતી. તા. ૩ જી નવેમ્બર બુધવાર રાત્રિના નવ કલાકે સ્મશાનમાં કાળી ચૌદશની ભયાનકતા દૂર કરવા અનેકવિધ ખંડન કાર્યક્રમો યોજાશે. સ્મશાનમાં મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ, ભૂત-પ્રેતનું સરઘસ, સ્મશાનના ખાટલા ઉપર કકડાટના વડા આરોગવા સાથે ગરમાગરમ ચા બનાવી ગ્રામજનો ચુસ્કી લગાવશે. ગામમાં પત્રિકા વિતરણ, જાગૃતિના કાર્યક્રમો જાથા દ્વારા આપવામાં આવશે. સ્મશાન આખું રોશનીથી શણગારાશે. નાસ્ત સહિતના આયોજન કરી દિવાળી પર્વની જેમ ઉજવણી કરનાર છે. વિજાપુર આસપાસના જાગૃતો આવી શકે તે માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવશે. વિજ્ઞાન વિચારધારા, દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ સંપન્ન લોકોને હાજરી આપવા જાથાએ અનુરોધ કર્યો છે. આ વર્ષે રાજય કક્ષાનો કાર્યક્રમ રાજકોટ જિલ્લાના જસદણ ગામના સ્મશાનમાં યોજવાનું નક્કી થયું છે. જસદણ સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામ ટ્રસ્ટ સ્મશાન ખાતે તા. ૬ ઓકટોબરના સાંજે ૬ કલાકે જાગૃતો માટે મિટીંગનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં જાથાની વિચારધારાને સંમતિ આપનારાઓએ જ ખાસ હાજરી આપવા જણાવવામાં આવ્યું છે. સ્મશાનમાં ક્રાંતિકારી કામ કરનાર જે. ડી. ઢોલરીયા, કાળુભાઇ વેકરીયા, ધીરૂભાઇ સામાણી, અશોકભાઇ ટાંક, તમામ યુવા કાર્યકરો હાજરી આપી કાર્યક્રમને ગૌરવશાળી બનાવવા નિર્ધાર કર્યો છે. સ્થાનિક જાથાના સદસ્ય વિનુભાઇ લોદરીયા, અરવિંદભાઇ પટેલ, રેવાભાઇ, શંભુભાઇ પાચાણી, હસમુખભાઇ ગાંધી, ખીમજીભાઇ બારોટ, પ્રફુલચંદ્ર ભટ્ટી, બાબુભાઇ જાગાણી, સોમભાઇ, ભીમજીભાઇ મકવાણા, વાસુદેવભાઇ પરમાર ઉપસ્થિત રહેશે. રાજકોટથી જાથાના ઉમેશ રાવ, નિર્ભય જોશી, નાથાભાઇ પીપળીયા, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, તુષાર રાવ, રામભાઇ આહિર, શુભેચ્છકો સાથે જસદણ મિટીંગમાં હાજરી આપશે. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

(2:56 pm IST)