Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

છોકરીની પજવણીના મામલે ખુની હુમલાના કેસમાં પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

રાજકોટતા. ર૧ : છોકરીની પજવણી કરવા સબબ નોંધાવેલ ફરીયાદનો ખાર રાખી પંદર જેટલા ઇસમોએ તલવાર, લોખંડ પાઇપ અને લાકડાના ધોકા જેવા પ્રાણઘાતક હથીયારો સાથે સાથે ફરીયાદીને તેમજ અન્ય સાહેદોને મારી નાખવાના ઇરાદા સાથે હુમલો કરવામાં આવેલ હતો. જે સબબ બંને પક્ષો દ્વારા સામસામી ફરીયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ભારતીયદંડ સહીતાની વિવિધ કલબો મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી. અને જે સબબ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને આ કામે આરોપીએ રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા જામીન અરજી મંજુર કરવામાં આવેલ હતી.

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી શબ્બીરભાઇ નુરમહમદ શેખ સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેમના મામાના ઘરે રૂખડીયા પરા વિસ્તારમાં છબીલ રાખેલ હોય ત્યા ગયેલ હતો. તે સમયે ફરીયાદી તેમજ તેમના કુટુંબના અન્ય સભ્યો છુબીલ પાસે ઉભેલ હતા. તેજ સમયે રૂખડીયા પરામાં રહેતા હાલના કામના આરોપીઓ પોતાની પાસે તલવાર, લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકા જેવા પ્રાણઘાતક હથીયારો સાથે આવેલ અને ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપતા હોય અને ફરીયાદીએ ગાળો આપવાની ના પડતા આરોપીઓએ ફરીયાદી તેમજ તેમના સગાઓ ઉપર પ્રાણઘાતક હથીયારો વડેજાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરેલ હતો અને ફરીયાદી તેમજ તેમના સગાઓને ઇજાઓ પહોંચતા રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હતા. અને ફરીયાદીના જણાવ્યા મુજબ આ બનાવ બનાવનુ કારણ ફરીયાદીને કૌટુંબીક ભાણેજ સાથે ઇમ્ત્ીયાજ નામનો માણસ સામે જોતો હતો તેમજ ઘર પાસે અવારનવાર આટા મારતો હોય જે સબબની ફરીયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી. જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કરેલ હતો તેવું ફરીયાદમા઼ જણાવવામાં આવેલ છે જે સબબ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાંં આવેલ હતી.

આ કામે આરોપી અલારખશા શાહમદાર, જીવાશા સરવદી હાજીશા સરવદી, મુસ્તાક શાહમદાર, ઇમ્તીયાઝ કાદરી, આકાચ ચૌહાણ, શીરાજ સરવદી તેમજ મુમતાજબેન મોરી, નજમાબેન મજગુલ, નુરજહા-શાહમદાર, મેહમુદાબેન શીરમાન, ફરદીન ફીરોઝભાઇ, સોઢા દ્વારા પોતાના એડવોકેટ મારફત જામીન મુકત થવા માટે રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જે અન્વયે આરોપી વતી રોકાયેલ એડવોકેટએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે નામદાર હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી રાજકોટની સેસન્સ કોર્ટ દ્વારા આરોપીની જામીન મેળવવાની અરજી મંજુર રાખતો હુકમ ફરમાવેલ હતો આ કામે આરોપી વતી રાજકોટના એડવોકેટ સાહિસ્તાબેન એસ.ખોખર, રણજીત એમ.પટગીર, મીતેશ એચ. ચાનપુરા તેમજ પ્રહલાદસિંહ બી.ઝાલા રોકાયેલ હતા.

(3:00 pm IST)