Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજકોટના મની લેન્ડીંગ અંગેની ફરિયાદના પ્રોસીંડીંગ્સ રદ કરવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૧: રાજકોટના ચકચારી મની લેન્ડીંગ પ્રકરણના આરોપી સામેનો ગુન્હો કોવ્શ (રદ) ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવાનો હુકમ કર્યો હતો.

આ કામે આરોપી પરેશ ભુપતભાઇ દેથરીયા સામે રાજકોટ શહેર ગાંધીગ્રામ-ર (યુનીર્વસીટી) પોલીસ સ્ટેશનમાં ઇન્ડીયન પીનલ કોડ તથા મની લેન્ડીંગ કાયદા અન્વયે ફરીયાદ નોંધાતા આરોપીએ રાજકોટ સેશન્સ કોર્ટ સમક્ષ તેમના એડવોકેટ સ્તવન મહેતા મારફત આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે સેશન્સ કોર્ટ દ્વારા તા. ૧૮.૦૩.ર૦ર૧ ના રોજ જામીન અરજી મંજુર કરેલ ત્યારબાદ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં તેનીસામે નોંધાયેલ ગુન્હો રદ કરવા માટે કોવ્સીંગ પીટીશન દાખલ કરેલ હતી જે તા. ૧પ.૦૯.ર૦ર૧ના રોજ મંજુર કરવામાં આવેલ હતી.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી જયેશભાઇ છેલશંકરભાઇ જોષીએ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તા. ૧૦/૦૧/ર૦ર૧ ના રોજ ૧૧ આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ-૩૮૬, ૩૮૭, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ તથા મની લેન્ડીંગ એકટની કલમ-૪૦ તથા ૪ર અન્વયેની ધોરણસરની ફરીયાદ કરેલ અને આરોપી પરેશ દેથરીયાએ પાસેથી ફરીયાદીએ આજથી ર વર્ષના સમયગાળા દરમ્યાન કુલ રૂ. ૧,૪૦,૦૦૦/- લીધેલ હતા જેમાં આરોપીએ રૂ. ૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા) ૬ ટકાના દરે તથા બાકીના રૂ. ૪૦,૦૦૦/- (અંકે રૂપિયા ચાલીસ હજાર પુરા) ૧૦ ટકા લેખે વ્યાજે આરોપી ફરીયાદી પાસેથી વસુલતો હતો આરોપીએ ફરીયાદી પાસેથી બેંક ઓફ બરોડાના ર ચેક લીધેલ અને આજ દીન સુધીમાં ફરીયાદીએ આરોપીને રૂ. ૧,૦ર,૪૦૦/- (અંકે રૂપિયા એક લાખ બે હજાર ચારસો પુરા) ચુકવી દીધેલ તેમ છતાં આરોપી ફરીયાદીને ફોન પર તેમજ રૂબરૂ ગાળો આપી પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને માનસીક હેરાન પરેશાન કરતા હોય જે મુજબની ફરીયાદ ફરીયાદીએ આરોપી તથા અન્ય આરોપીએ સામે નોંધાવેલ.

આ કામે આરોપીએ ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં તેમના એડવોકેટ સ્તવન મહેતા મારફત ભારતીય કાર્યરીતી અધિનીયમની કલમ-૪૮ર અન્વયે કોવ્સીંગ પીટીશન દાખલ કરેલ હતી. હાઇકોર્ટ દ્વારા સરકાર પક્ષ તથા મુળ ફરીયાદીને નોટીસ ઇશ્યુ કરવામાં આવેલ હતી.

ગુજરાત હાઇકોર્ટમાં આરોપીના એડવોકેટ દ્વારા દલીલ કરવામાં આવેલ તેમજ તેમના દ્વારા સર્વોચ્ચ અદાલતના હાલના કેસને સંબંધીત ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા. સરકારી વકીલ દ્વારા હાઇકોર્ટમાં સખત વાંધો લેવામાં આવેલ અને દલીલ કરેલ હતી કે જયારે હાલના ગુન્હાના કામના બે આરોપીઓ મળી આવતા ન હોય અને નાસતા ફરતા હોય તેવા સંજોગમાં આરોપી સામેનો ગુન્હો રદ ન કરવો જોઇ. ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રી એ આરોપી પક્ષ, સરકાર પક્ષને તથા મુળ ફરીયાદીને વિગતવાર સાંભળી તા. ૧પ.૦૯.ર૦ર૧ના રોજ હાલના આરોપી સામે નોંધાયેલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફ.આઇ.આર. તથા તેમાંથી ઉપજતા તમામ પ્રોસીડીંગ્સ રદ કરવા હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી પરેશ ભુપતભાઇ દેથરીયા વતી ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ પ્રતણીકભાઇ જસાણી તથા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સ્તવન મહેતા, કુષ્ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, પ્રીત ભટ્ટ, અશોક સાસકીયા તથા વિપુલ રામાણી રોકાયેલ હતા. 

(3:01 pm IST)