Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સાંભળતા જ યાદ રહી જશે ઘડીયા : સંગીતકાર ઓમ દવે દ્વારા સંગીતમય ઘડીયાનું વિદ્યાર્થીઓના અવાજમાં રેકોર્ડીંગ

રાજકોટ તા. ૨૧ : ભાર વગરનું ભણતર પુરવાર થાય તે રીતે રાજકોટના સુપરફાસ્ટ હનુમાન ચાલીસા ફેઇમ સંગીતકાર ઓમ દવેએ સંગીતમય ઘડીયા તૈયાર કરી બતાવ્યા છે. એટલુ જ નહીં સ્વર પણ પોતાના જ ૭ થી ૧૩ વર્ષના વિદ્યાર્થીઓનો લીધો છે. એટલે વિદ્યાર્થીઓને આ ગાયન એકદમ પોતીકુ લાગે તેવો સરસ પ્રયાસ કર્યો છે.

ઓમ દવેએ તાજેતરમાં સ્વામિનારાયણ મંદિરના પૂ. અપૂર્વમુની સ્વામીના આશીર્વાદ લીધા હતા. સ્વામીશ્રીએ પણ તેમની આ અનોખી કલાને બીરદાવી હતી.

ઓમ દવે કહે છે કે મે બે વર્ષ પહેલા સંગીતમય ઘડીયા તૈયાર કર્યા હતા. હવે બાળકોના સમુહમાં તેને ગવડાવી કમ્પોઝીશન એ રીતે કર્યુ છે કે નાના બાળકોને ખુબ ગમે અને સહેલાઇથી યાદ પણ રહી જાય. કંટાળો આવવાને બદલે વારંવાર સાંભળવાનું મન થાય છે. બાળકો તો ઠીક તેમના વાલીઓ પણ સંગીતમય ઘડીયાથી આકર્ષિત થઇ રહ્યા છે.

ઓમ દવે (મો.૯૪૨૭૮ ૯૬૮૧૦)ના સંગીતમય ઘડીયાને ખુબ સારો પ્રતિસાદ મળે તેવા પૂ. અપૂર્વમુની સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા.

(3:02 pm IST)