Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કોઠારિયા રોડ પરની કેળાની પાંચ વખારમાં મનપાનું ચેકીંગઃ એકને નોટીસ

કોઠારિયા રોડ-બજરંગ વાડી વિસ્તારમાંથી ૬૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ જલેબી, મસાલા પફના નમૂના લેવાયા

રાજકોટ,તા. ૨૧: મ્યુ.કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા શહેરના કોઠારિયા રોડ પર આવેલ કેળાની પાંચ વખાટમાં ચેકીંગ કરવામાં આવતા એક વેપારીને ફુડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી. બે વેપારીઓને પ્લાન્ટમાં વપરાતા ગેસ અંગેનું બીલ રજુ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત બજરંગવાડી તથા કોઠારિયા રોડ વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ૪૫ કિલો જલેબી, ૧૨ કિલો દાઝીયુ તેલ તથા કોઠારિયા રોડના ખાદ્ય વેપારીઓને ત્યાંથી ૨ કિલો મંચુરીયન, ૨ કિલો મીઠી ચટણી તથા ૨ કિલો વાસી બટેટાનો નાશ કરવામાં આવ્યો હતો.

નમૂના લેવાયા

ફુડ સેફ્ટીઙ્ગસ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂનાઙ્ગલેવામાંઙ્ગઆવેલઙ્ગઃ- (૧) જલેબી (મિઠાઇ,લુઝ) સ્થળઃ જગદીશભાઇ રદ્યુભાઇ લાઠીયા, બજરંગ વાડી શેરી નં.૬, બજરંગ પ્રોવિઝન સ્ટોર સામે, જામનગર રોડ (૨) મસાલા પફ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળઃ એસ.આર. લાઇવ પફ, વિરાણી ચોક, ટાગોર રોડ લીધેલ છે.

કેળાના વખારમાં કરેલ ચકાસણી

ફુડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં કેળાની વખારમાં કઇ પધ્ધતિથી કેળા પકવવામાં આવે છે તે અંગે ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન કેળા સરકાર માન્ય રાઇપનીંગ પધ્ધતિ દ્વારા કેળા પકવવામાં આવે છે તે સ્થળ પર જોવા મળેલ.જ્યારે રોયલ કેળા કોલ્ડ રામનગર-૨ કોઠારીયા રોડ પરને પ્લાન્ટમાં વપરાતા ગેસ અંગેનું બીલ રજુ કરવા તથા ફુડ લાયસન્સ અંગે નોટીસ આપેલ. જલારામ ફ્રુટ સેન્ટર નંદા હોલ પાસે કોઠારીયા રોડને પ્લાન્ટમાં વપરાતા ગેસ અંગેનું બીલ રજુ કરવા જણાવેલ.

૬૮ કિલો અખાદ્ય ખોરકાનો નાશ

શાખા દ્વારા શહેરનાં વોર્ડ નં. ૨માં બજરંગ વાડી શેરી નં.૬, બજરંગ પ્રોવિઝન સ્ટોર સામે, જામનગર રોડ વિસ્તારમાં જલેબીનું ઉત્પાદન તેમજ વેંચાણ કરતા FBO જગદીશભાઇ રદ્યુભાઇ લાઠીયાની રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ સ્થળ પર જોવા મળેલ અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ જલેબી બનાવવાનો આથો - ૪૫ કિ.ગ્રા., તૈયાર જલેબી - ૧૨ કિ.ગ્રા., દાઝીયુ તેલ - ૫ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ આપેલ. આ ઉપરાંત શહેરમાં કોઠારીયા મે. રોડ વિસ્તારમાં આવેલ જાહેરજન આરોગ્ય હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન યમ્મીઝ એગ્ઝ કોઠારીયા મે. રોડ મીઠી ચટણી ૨ કિગ્રા., આર.કે. ચાઇનીઝમાં કોઠારીયા મે. રોડ વાસી મંચુરીયન ૨ કિ.ગ્રા. તથા સાવરીયા પાણીપુરી માંથી કોઠારીયા મે. રોડ વાસી બટેટા ૨ કિ.ગ્રા.નો નાશ કરવામાં આવ્યો છે.

(3:25 pm IST)