Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ફળીયામાં બે ત્રણ દિવસના ન્યુઝ પેપર પડ્યા હોય તો સમજી જતો કે મકાન બંધ છેઃ પંજાબી તસ્કર પકડાયો

તાલુકા એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. મોહસીનખાન, કોન્સ. અમીનભાઇ અને હરસુખભાઇની બાતમી પરથી કાર્યવાહીઃ ચાર ગુના કબુલ્યા : ચોરી કરતાં પકડાઇ જાય તો પકડનારની આંખમાં છાંટવા સાથે મરચાની ભુકી પણ રાખતો

રાજકોટ તા. ૨૧: શહેરના બંધ મકાનોની રેકી કરી ચોરી કરતાં હાલ ઢેબર રોડ પર ગેસ્ટ હાઉસમાં રૂમ નં. ૨૦૧માં રહેતા મૂળ પંજાબના ગુરદાસપુરના કાજનપુર ગામના પરવિંદરસિંગ ઉર્ફે જશબીરશીંગ અમરશીંગ ચીંડા-શીખ (ઉ.૫૧)ને તાલુકા ડી. સ્ટાફના એએસઆઇ આર. બી. જાડેજા,  હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર તથા કોન્સ. હરસુખભાઇ સબાડની બાતમી પરથી સત્ય સાઇ રોડ પર  અમરનાથ મહાદેવ મંદીરની બાજુમાં આવેલ બગીચા પાસેથી પકડી લઇ તેની પાસેથી લોખંડનો ગણેશીયા, મોટુ ડીસમીસ, સોનાનો લોકેટવાળો હાર, પીળી ધાતુના બે પાટલાં,અલગ અલગ દેશની ચલણી નોટો તથા કાગળના પેકેટમાં મરચાની ભુકી  સાથે પકડી લીધો હતો. પુછતાછમાં તેણે બીગ બાઝાર પાછળ ગુલાબનગરમાં એક મકાનમાં, સત્ય સાઇ રોડ પર સિલ્વર એવન્યુ સોસાયટીમાં, સત્ય સાઇ રોડના સાઇનગરના એક મકાનમાં ચોરી અને ચોરીનો પ્રયાસ કર્યાનું તથા એસ્ટ્રોન સોસાયટીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યાનું કબુલ્યું હતું. અગાઉ ડ્રાઇવીંગ કરતો આ શખ્સ નશાના રવાડે ચડી ગયો હોઇ ડ્રાઇવીંગ છોડી હાલ રાજકોટમાં ગેસ્ટ હાઉસમાં ધંધાના કામે આવ્યાનું કહી ખોટુ બોલી રોકાયો હતો. દિવસે અને રાતે પોશ એરિયામાં રેકી કરવા જતો હતો. જે ફળીયામાં બે ત્રણ દિવસના ન્યુઝ પેપર પડ્યા હોય, કચરો વધી ગયો હોય એ મકાન બંધ જ હોય તેવી ખાત્રી કર્યા બાદ તે તાળા તોડી ચોરી કરતો હતો. ચોરી કરતાં પકડાઇ જાય તો પકડનારની આંખમાં છાંટવા સાથે મરચાની ભુકી રાખતો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર,  એન.ડી.ડામોર તથા એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા વિજયગીરી ગોસ્વામી હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર,હરસુખભાઈ સબાડ, મનિષભાઇ સોઢીયા, ધર્મરાજસિંહ રાણા તથા હર્ષરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. 

(3:48 pm IST)