Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

હોકી એસો.ની સભામાં ઇશ્વરલાલ બારડની સિનિયર વા. પ્રેસીડેન્ટ - જોઇન્ટ સેક્રેટરી મહેશ દિવેચાની વરણી

રાજકોટઃ તા.૨૧, વડોદરા ખાતે હોકી એસોસીએશનની વાર્ષિક જનરલ સભા   રાજયના તમામ જિલ્લાના પ્રતિનિધિની હાજરીમાં મળેલ જેમા વર્ષ ૨૦૨૧ થી ર૦૨૫ સુધી નવા હોદેદારોની નિમણુંક    કરવામાં આવી હતી. જેમાં રાજેન્દ્ર શેલાર (વડોદરા)ની પ્રેસિડન્ટ તરીકે તેમજ ઈશ્વરલાલ બારડ (અમરેલી) મો.૬૩૫૨૨ ૪૫૫૨૯, રાજય અને રાષ્ટ્રિય એવોર્ડીને સીનીયર વાઈસ પ્રેશિડન્ટ જવલંત ભટ્ટ (અમદાવાદ) સીમા અભાલે (વડોદરા) વાઈસ પ્રેસિડન્ટ,   વિજય કારપે (અમદાવાદ) ને જનરલ સેકટરી, મહેશ દિવેચા (રાજકોટ) મો.૮૧૪૧૮ ૩૪૨૧૨, રૂપલ પરમાર (દાહોદ)ને જોઈન્ટ સેકટરી,  ટ્રેઝરર તરીકે ડો. મયુર પટેલ (નવસારી),   એકઝીકયુટીવ કમીટીમાં વિપુલ પટેલ (ગાંધીનગર) રાજદીપસિંહ પરમાર (ડીસા,બનાસકાઠા) ઉવર્શીબેન પટેલ (નવસારી) ને સર્વાનુમતે જાહેર કરવામાં આવેલ.

 આ સભાના રીટનીંગ ઓફીસર તરીકે ટી.એન રાણા તથા ઓલ્મિપિક એસોસીએશનના સેક્રેટરી આઇ.ડી. નાણાવટી તથા સભ્ય કૌશિક બીડીવાલાના નિરીક્ષક તળે સભા યોજાયેલ તેમ જયદેવ જાડેજા યાદી જણાવે છે. 

(4:01 pm IST)