Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત રોડ-રસ્તા મહામત માટે ગ્રાન્ટ ફાળવો : ભાનુબેન સોરાણી

મુખ્યમંત્રીને રજુઆત કરતા વિપક્ષીનેતા

રાજકોટ,તા.૨૧:   મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇને રાજકોટ શહેરમાં ભારે વરસાદથી નુકશાન થયેલા રોડ-રસ્તા મરામત કરવા માટે ગ્રાન્ટ ફાળવવાની રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી છે શહેરના પીવાના પાણીની સમસ્યાનો હલ ઉકેલ્યો તેમજ ભર ચોમાસે પીવાના પાણી માટે નર્મદા માંથી સૌની યોજના લીંક-૩ મારફત પીવાનું પાણી મહાનગરપાલિકાએ મંગાવવું પડતું હતું એ રાજકોટનો પ્રાણ પ્રશ્ન મેઘરાજાએ એક વરસાદમાં ઉકેલ્યો છે.

રાજકોટમાં સારા વરસાદની સાથે સાથે રોડ રસ્તામાં નુકશાન પણ દ્યણું થયું છે તેમજ રાજય સરકાર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારમાં વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૨૫ કરોડની રાજય સરકાર દ્વારા તા.૧૭સપ્ટેમ્બરના ઠરાવ થી ચોમાસાની ઋતુ બાદ રસ્તાની મરામત કામગીરી માટે આપવામાં આવેલ હતી જે ધ્યાને લઇ આપશ્રી શહેરમાં વિકાસ કાર્ય પેટે ગ્રાન્ટ ફાળવશો તેમજ કોરોના મહામારી કોવીડ-૧૯માં કોર્પોરેટરોએ લોકોના આરોગ્યના હિતાર્થે પોતાના સ્વભંડોળમાંથી ગ્રાન્ટ ફાળવી દીધેલી હોય તો શહેરના વિકાસ અને પ્રજાજનોના હિતાર્થે આપશ્રી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને ગ્રાન્ટ ફાળવો તેવી મહાનગરપાલિકાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરી છે. 

(4:02 pm IST)