Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

તીબેટ સમન્વય સંઘ દ્વારા ધાર્મિક કાર્યક્રમ

તાજેતરમાં રોજ ભારત તિબ્બત સમન્વય સંઘ (BTSS) ના રાજકોટ જિલ્લા અધ્યક્ષ, મહિલા વિભાગ, શ્રીમતી ડો. રીના દવે તથા રાજકોટ મહાનગર અધ્યક્ષ, મહિલા વિભાગ, શ્રીમતી દિવ્યા ભટ્ટ તથા BTSS ના મહિલા કાર્યકર્તાઓ દ્વારા આત્મીય યુનિવર્સિટીમાં ગણેશજીનું પૂજન તથા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જિલ્લા અધ્યક્ષ મહિલા વિભાગ ડો. રીના દવે દ્વારા ગણેશજી સમક્ષ કૈલાસ માન સરોવર મુકિત સંકલ્પ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટીના સર્વે અધ્યક્ષ, શૈક્ષણિક સ્ટાફ તથા એમ. એન. વિરાણી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ કાર્તિક લાડવા વિભાગીય વડાશ્રીઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ BTSS મહિલા વિભાગ ગુજરાત પ્રાંત અધ્યક્ષ, ડો. મૃણાલિની ઠાકરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીરી ઝલક. 

(4:03 pm IST)