Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જીવનનગર કા વિઘ્નહર્તાની મહાઆરતી

જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦, જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે 'જીવનનગર કા વિઘ્નહર્તા મહોત્સવનું આયોજન કરાયેલ. જેમાં મહાઆરતીમાં પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, અશ્વિનભાઇ ભોરણીયા, વર્તમાન નગરસેવકો ડો. રાજેશ્વરીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, નિરૂભા વાઘેલા, ચેતનભાઇ સુરેજા, મહીલા મોરચાના પ્રમુખ વીણાબેન વિનોદરાય ભટ્ટ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, હરેશભાઇ કાનાણી સહીતનાએ લાભ લીધો હતો. સમિતિના પ્રમુખ જયંત પંડયાએ ઉપસ્થિત સૌને આવકારી પ્રવૃત્તિઓનો ચિતાર રજુ કર્યો હતો. આગામી નવરાત્રીમાં રાસ ગરબાના આયોજન માટે પણ તૈયારી શરૂ કરાયાનું જણાવ્યુ હતુ. સમિતિના વિનુભાઇ ભટ્ટ, નવીનભાઇ પુરોહીત, વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, વી. સી. વ્યાસ, વિજયભાઇ જોબનપુત્રા, શૈલેષભાઇ પુજારા, ગોવિંદભાઇ ગોહેલ, પંકજભાઇ મહેતા, પાર્થ ગોહેલ, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડીયા, ભારતીબેન રાવલ, જયોતિબેન પુજારા, હંસાબેન ચુડાસમા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, વાસંતીબેન ત્રિવેદી, કલ્પનાબેન ભટ્ટ, અલ્કાબેન પંડયા, હર્ષાબેન વકીલ, ડોલીબેન ભાણવડીયા, ભકિતબેન, પારૂલબેન, ભદ્રાબેન, પ્રફુલ્લાબેન, સરોજબેન, જયશ્રીબેન, કવિતાબેન, ભાવનાબેન, કુસુમબેન, રમાબેન, રેખાબેન, આરતીબેન, અલ્પાબેન, વર્ષાબેન, દક્ષાબેન, વીણાબેન, વનિતાબેન, જાગૃતિબેન, જલ્પાબેન, દિપ્તીબેન સહીત અન્ય મહીલા સદસ્યો ઉપસ્થિત રહેલ. જ્ઞાનજીવનની મહીલાઓ અગ્રેસર રહી હતી.

(4:06 pm IST)