Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ધરમ સિનેમા પાછળ પીડબલ્યુડી કવાર્ટરમાં પોલીસમેનના ભાઇ જયદિપ મિંયાત્રાનો ગળાફાંસો ખાઇ આપઘાત

મૃતક યુવાનના મોટાભાઇ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છેઃ પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી

રાજકોટઃ શહેરના ધરમ સિનેમા પાછળ આવેલા પીડબલ્યુડી કવાર્ટરમાં રહેતા જયદિપ રાજેશભાઇ મિંયાત્રા (ઉ.વ.૨૮) નામના યુવાને પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘર આવતા કવાર્ટરનો દરવાજો બંધ હોઇ તપાસ કરતા યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠ્ઠા થઇ ગયા હતા. ત્યારબાદ તાકીદે યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તપાસનીશ તબીબોએ તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ બનાવની જાણ પોલીસને કરતા પ્ર. નગર પોલીસ મથકના એ.એસ.આઇ. હરેશભાઇ અને રાઇટર માયાબેન હોસ્પિટલે દોડી ગયા હતા વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક જયદિપ બે ભાઇમાં નાનો હતો અને અપરિણીત હતો. તેના મોટાભાઇ માલવીયાનગર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ બનાવ અંગે પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:17 pm IST)