Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજકોટ જિલ્લામાં પંદર શાળાઓમાં શરૂ થયેલ સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ સોસાયટીની મળેલી બેઠક

રાજકોટ:રાજ્યની સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની પંદર જેટલી શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી હોવાનું રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું. રાજકોટ ગ્રામ્ય જિલ્લા સ્તરની સુરક્ષા સેતુ સોસાયટીની બેઠક પોલીસ અધિક્ષકની કચેરીમાં યોજાયેલી હતી.

જયપાલસિંહ રાઠોરે સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના શું છે તે અંગેની માહિતી આપતા જણાવ્યું કે ધોરણ - ૮ અને ૯ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે આદર, શિસ્ત, સામાજિક અનિષ્ઠો સામે પ્રતિકાર, સારા ચારિત્ર્યનું નિર્માણ, તેમજ બાળકોમાં રહેલા જન્મજાત ગૂણો તથા સામર્થ્યને શોધી તેનો વિકાસ કરવામાં મદદરૂપ બનશે. તેમજ બાળકોમાં પોલીસ નેતાગીરીના ગૂણો પણ ખીલશે. તેમણે ઉમેર્યૃ કે  રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક - એક શાળાની પસંદગી કરવામાં આવી છે જેમાં ૨૨ વિદ્યાર્થીઓ અને ૨૨ વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી છે.

પસંદગી થયેલી શાળાઓ અને વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને નિયમીતતા જણાવવા માટે ડ્રિલ ઇન્સ્ટ્રક્ટરની નિમણૂક પણ કરવામાં આવી હોવાનું રાઠોરે જણાવ્યું હતું. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયક વન સંરક્ષકરી તુષાર પટેલ તેમજ અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(1:05 am IST)