Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજકોટના ડીસીપી તરીકે સજ્જનસિંહ પરમારની પસંદગીની ભીતરી કથા

જુનિયર એન્‍જીનીયરથી જીપીએસ અને જીપીએસથી આઇપીએસ સુધીની સફર દરમિયાન રાજકોટ સહિત ઊતર અને દક્ષિણ સૌરાષ્‍ટ્ર અને રાજયના મહત્‍વના શહેરમાં ટ્રાફિક બ્રાન્‍ચ અને આજે ખાસ જરૂરી આઇબીમા ફરજ બજાવી લોકો સાથે સંપર્ક રાખી કેવી રીતે આગોતરી માહિતી મેળવી કાયદો વ્‍યવસ્‍થા ગોઠવી શકાય તેનું જ્ઞાન મેળવ્‍યું છે : ચંૂટણી બંદોબસ્‍ત, કોંગ્રેસ અને ખાસ કરી આમ આદમી પાર્ટીની સક્રિયતા વચ્‍ચે તમામ અનુભવી સેનાપતિઓ બદલાય જતા સુરત અને ગાંધીનગરની નેતાગીરી દ્વારા થયેલ નિર્ણયના પરિપાક રીતે પસંદગી થયાની જોરદાર ચર્ચાઓ : રાજકોટમાંથી તમામ અનુભવી પીઆઇ, ટ્રાફિક સહિત એસીપી, ડીસીપી અને હવે ટુંકમાં જ અનુભવી અને બિન વિવાદાસ્‍પદ ખુર્શીદ અહેમદની બદલી થનાર હોવાથી અનુભવી સીપીને અનુભવી સેનાપતિની ખોટ સહન ન કરવી પડે તે બાબત પણ ધ્‍યાને રાખવામાં આવી હોવાની ચર્ચાઓ સુરત સુધી સીમિત રહેવાને બદલે આઇપીએસ કોર ગ્રુપમાં પણ ચર્ચાઇ રહી છે.

રાજકોટ તા.૨૦: એક સમયના સૌરાષ્‍ટ્રના પાટનગર એવા રાજકીય રીતે ખૂબ જાગૃત અને ખુદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી રાજકોટથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકયા હોવાથી રાજકોટના લોકોથી અને રાજકોટના મહત્‍વથી ખૂબ પરિચિત હોવાથી તેઓ જયા સુધી મુખ્‍યમંત્રી રહ્યા ત્‍યાં સુધી ખૂબ કાળજી જાણે છે તેવા રાજકોટમાં તમામ અનુભવી અને બિન વિવાદાસ્‍પદ એવા સ્‍પેશ્‍યલ પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ પણ હવે ગમે ત્‍યારે બદલી જશે, ચૂંટણી માહોલ છે, ત્‍યારે મુખ્‍ય સેનાપતિ માટે અનુભવી ફોજ વગર આમ આદમી પાર્ટી પણ જે રીતે સક્રિય બની છે તેવા સમયે મુશ્‍કેલ પડશે તેવું જાણે કોઇપણ રીતે જવાબદારોને લાગ્‍યું હોય તેમ પ્રદેશ પ્રમુખ અને ગૃહમંત્રી જેમના કાર્યથી ખૂબ વાકેફ છે તેવા ડીસીપી કે જે માત્ર રાજકોટ જ નહિ સૌરાષ્‍ટ્રના ઇતિહાસ ભુગોળથી પરિચિત છે તેવા ડીસીપી સજ્જનસિંહ પરમારની ખાસ પસંદગી કરી હોવાનું અનુભવી આઇપીએસ સર્કલમાં ચર્ચાઇ છે.
રાજકોટ પヘમિમાં એસીપી તરીકે ફરજ બજાવનાર આ અધિકારીએ ઊતર સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ સૌરાષ્‍ટ્રમાં ફરજ બજાવવા સાથે મૂળ સૌરાષ્‍ટ્રના વતની હોવાથી કયા લોકો સાથે કેવી રીતે સંબંધ રાખી મહત્‍વની બાબતો મેળવી એ પ્રમાણે રણનીતિ હોવાથી કયા લોકો સાથે કેવી રીતે સંબંધ રાખી મહત્‍વની બાબતો મેળવી એ પ્રમાણે રણનીતિ ઘડી કાઢે તે બાબતે અનુભવી હોવાનો સુરતના ટોચના અને સંબંધોના માનવી એવા અધિકારીઓ પણ અભિપ્રાય લીધા બાદ આ નિર્ણય થયો હોવાની ચર્ચા ચાલે છે,
ગુજરાત ઇલેકિટ્રક સિટી બોર્ડમાં જુનિયર એન્‍જિનીયર તરીકે ફરજ બજાવનાર આ અધિકારીની ડિગ્રી પણ બીઇ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એન્‍ડ કન્‍ટ્રોલ છે, અર્થાત્‌ પરિસ્‍થિતિ કન્‍ટ્રોલ કેમ કરવી તેના અભ્‍યાસુ છે.
૨૦૦૫માં ડાયરેકટ ડીવાયએસપી તરીકે પસંદ પામ્‍યા, કરાઇમા પાયાની તાલીમ બાદ સુરેન્‍દ્રનગર, રાજકોટ પヘમિ, એસડીપીઓ વેરાવળ, જામનગર, ડિવિઝન, વિશેષમાં આઇબીમાં પણ ફરજ બજાવી હોવાથી પ્રવર્તમાન સંજોગોમાં આ અનુભવ પણ ઉપયોગી બને એવું સારી રીતે સમજતા ગાંધીનગર દ્વારા આ બાબત ધ્‍યાને રાખવામાં આવી હોવાની સુરતથી સૌરાષ્‍ટ્ર સુધી ચર્ચા છે. આની સાથે સાથે વડોદરા અમદાવાદ જેવા મોટા શહેરમાં ટ્રાફિક એસીપી તરીકે ફરજ બજાવી હોવાથી રાજકોટની શિર દર્દ જેવી સમસ્‍યા ઉકેલવા રાજકોટ પોલીસ કમિશનર અને વિશેષ કમિશનરને મદદરૂપ બની શકે
૨૦૧૬માં નાયબ પોલીસ કમિશનર તરીકે બઢતી મેળવનાર આ આઇપીએસ દ્વારા જયાં તાજેતરમાં થયેલ લઠ્ઠા કાંડને કારણે બદનામ એવા બોટાદમા પણ સારી કામગીરી કરી છે. હેડ કવાટર અને એડમન તરીકે પણ સુરત ફરજ બજાવતા સાથે છેલ્‍લે છેલ્લે સુરત ઝોન ૧ જેવા વિસ્‍તારમાં ખૂબ સક્રિય એવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરની સાથે હિજાબ સહિત પડકારરૂપ પ્રશ્નમાં કુનેહપૂર્વક કામ કર્યુ તે સુરત સ્‍થિત બીજેપીની નેતાગીરી સારી રીતે જાણતી હોવાથી અનુભવી પોલીસ કમિશનર સાથે અનુભવી સેનાપતિઓ જરૂરી હોવાનું સમજી આ નિર્ણય કરાયો હોય તેવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે.

 

(11:12 am IST)