Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજકોટ રેલવે ડિવિઝન પર ‘સ્‍વચ્‍છ ટ્રેન દિવસ' નિમિત્તે ટ્રેનોની વ્‍યાપક સફાઈ

સ્‍વચ્‍છતા અંગે મુસાફરો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્‍યો

રાજકોટ, તા. ર૦ : રાજકોટ રેલવે ડિવિઝનમાં ૧૬ સપ્‍ટેમ્‍બરથી ૨ ઓક્‍ટોબર, ૨૦૨૨ દરમિયાન સ્‍વચ્‍છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. વધુ વિગતો આપતા રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે જણાવ્‍યું હતું કે આ પખવાડિયા દરમિયાન ૧૯ અને ૨૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૨ના રોજ રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘સ્‍વચ્‍છ ટ્રેન' થીમ પર મશીનો વડે ટ્રેનો, આંતરિક શૌચાલય અને કોચની સફાઈ કરવામાં આવી હતી.

ટ્રેનો માં થી એકત્ર થતા પ્‍લાસ્‍ટિક અને અન્‍ય કચરાનો યોગ્‍ય નિકાલ કરવામાં આવ્‍યો હતો. મુસાફરોને કચરો યોગ્‍ય જગ્‍યાએ કચરાપેટીમાં નાખવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. સ્‍ટેશન યાર્ડની સફાઈ કરવામાં આવી હતી. ટ્રેનના કોચમાં પાણીના નળના લીકેજની તપાસ કરવામાં આવી હતી અને તેને તાત્‍કાલિક સુધારવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનમાં ઓખા, હાપા અને રાજકોટ ખાતે આવેલી પીટ લાઈનોમાં ટ્રેનોની વ્‍યાપક સફાઈ કરવામાં આવી હતી. આ વોશિંગ પીટ લાઇનમાં ટ્રેનોના કોચ ધોવા અને રિપેરિંગનું કામ યાંત્રિક વિભાગ દ્વારા કરવામાં આવે છે. સ્‍વચ્‍છતા પખવાડા અંતર્ગત રેલવે સ્‍ટેશન પરિસર, ટ્રેક, યાર્ડ, રેલવે ઓફિસ, કોલોની અને હોસ્‍પિટલોની સ્‍વચ્‍છતા સુનિヘતિ કરવા પર વિશેષ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, ટ્રેન અને રેલવે પરિસરને સ્‍વચ્‍છ રાખવા માટે ૅશું કરવું અને શું નહીંૅ સંબંધિત પોસ્‍ટરો ટ્રેનની અંદર લગાવવામાં આવ્‍યા હતા. આ સાથે ટ્રેનોમાં ડિવિઝનના કોમર્શિયલ ઇન્‍સ્‍પેક્‍ટરો દ્વારા મુસાફરો પાસેથી સ્‍વચ્‍છતા સંબંધિત સૂચનો અને પ્રતિભાવો લેવામાં આવ્‍યા હતા અને ફરિયાદોનો તાત્‍કાલિક નિકાલ કરવામાં આવ્‍યો હતો.

(3:51 pm IST)