Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રૈયા ગામમાં બે પત્‍નિ અને પાંચ સંતાન ધરાવતાં વિનુનું બેભાન હાલતમાં મોત

દારૂ પીવાની ટેવ હતીઃ દેવીપૂજક પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: રૈયા ગામમાં પાણીના ટાંકા પાછળ રહેતો વિનુભાઇ ફલજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) નામનો દેવીપૂજક યુવાન રાતે દસેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ  અહિ મોત નિપજ્‍યું હતું.

હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વિનુભાઇ બકરા ચારવા ઉપરાંત ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. તેમજ બે પત્‍નિ હંસા તથા સોનલ છે. હંસાબેનના કહેવા મુજબ બંને પત્‍નિ અને બાળકો એક સાથે જ રહે છે. પતિ વિનુને દારૂ પીવાની પણ ટેવ હોવાનું તેણીએ કહ્યું હતું.

(10:19 am IST)