Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિછીયામાં માતાએ નાસ્‍તો બનાવવા બાબતે ઠપકો દેતાં ખુશ્‍બૂએ જીવ દીધો

પંદર વર્ષની બાળાએ ઝેર પી લેતાં રાજકોટમાં દમ તોડયોઃ પઠાણ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૧: વિછીયામાં વ્‍હોરાના સ્‍મશાનમાં આવેલા રૂમમાં રહી ત્‍યાં જ કબર ખોદવા સહિતનું કામ કરતાં પઠાણ પરિવારની પંદર વર્ષની દિકરીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

વ્‍હોરાના સ્‍મશાનમાં રહેતાં અને ત્‍યાં જ કામ કરતાં સિકંદરભાઇ પઠાણની દિકરી ખુશ્‍બૂ (ઉ.વ.૧૫)એ ૧૯મીએ સવારે ખડમાં નાંખવાની દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ ગત રાતે મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે વિછીયા પોલીસને જાણ કરી હતી.

ખુશ્‍બૂ બે ભાઇ અને ત્રણ બહેનમાં બીજી હતી. તેણીને માતા ઝરીનાબેને નાસ્‍તો બનાવવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગતાં ઝેર પી ગયાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું. વિછીયા પોલીસ વધુ તપાસ કરે છે.

(10:22 am IST)