Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

શુક્રવારે ઉર્ષ રઝા

મસ્‍જીદ-મદ્રેસાઓમાં બપોરે ર/૩૮ વાગ્‍યે કુલ શરીફ-મીલાદ-વાઅઝ-નિયાઝ થશે

રાજકોટ તા. ર૧: સુન્‍ની સંપ્રદાયના વડા ધર્મગુરૂ અને માત્ર આ'લા-હઝરતના ટૂંકા નામે જગવિખ્‍યાત અને ૧૪મી સદીના મુજદીદ, ઇમામ અહેમદ રઝાખાન સાહેબ ફાઝીલે બરૈલ્‍વી (રહે.)નો ૧૦૪ મો ઉર્ષ આજથી બરૈલી શરીફમાં તેઓની દરગાહે ઉત્તર પ્રદેશમાં શરૂ થયો છે. જેમાં વિશ્‍વભરના સુન્‍ની સમાજના હજારો લોકો હાજર રહ્યા છે.
આ ઉર્ષ શુક્રવાર સાંજે પૂર્ણ થશે જો કે વિશેષતા એ છે કે, આ'લા-હઝરતના અંતિમ સમય ઇસ્‍લામી તારીખ રપમી સફરના રોજ બપોરે ર/૩૮ વાગ્‍યે તેમના ઇસાલે સવાબ માટે કુલ ખ્‍વાની થશે જે બરૈલી શરીફની સાથે સાથે દેશભરના મસ્‍જીદો-મદ્રેસાઓ અને ઘરોમાં પણ થશે.
રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં પણ અનેક મસ્‍જીદોમાં શુક્રવારે બપોરે ર/૩૮ વાગ્‍યે કુલ શરીફ થશે. જો કે આ વખતે રપ મી સફરના બરાબર શુક્રવારે આવેલ હોઇ મસ્‍જીદોમાં કુલ શરીફમાં મીલાદ-તકરીર-નિયાઝ થશે અને મોટી માત્રામાં લોકો જોડાશે.

 

(11:59 am IST)