Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

જીલ્લામાં જુગારના ૩ દરોડાઃ ૧૮ પકડાયા

મોટી પાનેલી ગામે ૭, મેટોડા જીઆઇડીસીમાં ૬ અને જસદણના ગઢાળા ગામે પતા ટીંચતા પ શખ્‍સો પકડાયા

રાજકોટ તા. ર૧: જીલ્લામાં જુગારના અલગ અલગ ૩ દરોડામાં ૧૮ પત્તા પ્રેમીઓ પોલીસને ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં ભાયાવદર પોલીસે મોટી પાનેલી ગામની ધારૂની સીમમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) રમેશ વાસણભાઇ લોખીલ (ર) નિલેશ ઉર્ફે નરેન્‍દ્રભાઇ નારણભાઇ સાંગેચા, (૩) શાંતીલાલ ભીમજીભાઇ પાંચાણી (૪) ચંદુલાલ હરજીભાઇ માકડીયા રે. તમામ મોટી પાનેલી તેમજ (પ) હીરજી દેવાભાઇ વધેરા રહે. સીદસર તા. જામજોધપુર, (૬ચ્‍) દિનેશ ગોવિંદભાઇ મકવાણા રહે.બ ુટાવદર તા. જામજોધપુર તથા (૭) રવી હરસુરભાઇ માકડ રહે. ઢાંક તા. ઉપલેટા ને રોકડા રૂા. ૧૪,૩પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં લોધીકા પોલીસે મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. ર સામે કિસ્‍મત હોટેલની પાછળ શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) કમલેશ મુલચંદભાઇ કારીયાણી રહે. મેટોડા ગ્રામ પંચાયત ઓફીસની પાછળ (ર) છત્રપાલસિંહ લાલુભા રાયજાદા રહે. મેટોડા જી.આઇ.ડી.સી. કાલાવડ રોડ આસ્‍થા વીલેઝ સોસાયટી, (૩) મુકેશ રામજીભાઇ સોલંકી રહે. મેટોડા ગ્રામ પંચાયત ઓફીસ પાછળ, (૪) વીનોદ ગીરધારીલાલ શીવનાણી રહે. મેટોડા જી.આઇ.ડી.સી. (પ) ખોડા ટપુભાઇ શીયાળ રહે. મેટોડા જી.આઇ.ડી.સી. દતાત્રેય પાર્ક તથા (૬) મનસુખ ભીખાભાઇ ડાભી રહે. મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં. અંધેરી સોસાયટીને રોકડા રૂા. ૪ર,૭૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડોમાં જસદણ પોલીસે ગઢાળા ગામની સીરવાણ વાડી વિસ્‍તારમાં આવેલ સુરેશ હાજાભાઇ ગરણીયા રહે. ગઢાળા વાળાની કબજા ભોગવટાની વાડીના મકાન રેઇડ કરી જુગાર રમતા (૧) ભાભલુ વાસકુરભાઇ ખાચર રહે. ગઢડા, ખોડીયારનગર-ર (ર) રાણા મેરામભાઇ ગરણીયા રહે. ગઢાળા (૩) કાન્‍તીભાઇ ભૂપતભાઇ રાઠોડ રહે. પીપળીયા (૪) હરેશ બટુકભાઇ ડાભી રહે. માડવધાર તથા (પ) માવજી જાદવભાઇ પરમાર રહે. ગઢડા સુવાળીયા શેરી ને રોકડા રૂા. રર,રપ૦, ઇકો કાર તથા પ મોબાઇલ મળી કુલ ૧,૪૭,રપ૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે વાડી માલીક સુરેશ ગરણીયા મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:03 pm IST)